Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

દેશમાં ગેરકાયદે ચાલતા કતલખાનાનો અહેવાલ માંગતું કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ :મોટી કાર્યવાહીની તૈયારી

કેન્દ્રીય વન અને પર્યાવરણના અનેક આદેશ બાદ રિપોર્ટ ન મળતા સીપીસીબીએ કડક વલણ દાખવ્યું

નવી દિલ્હી :દેશમાં ચાલતા ગેરકાયદે કત્લખાનાનો અહેવાલ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે માંગ્યો છે દેશમાં તમામ રાજ્યોમાં ગેરકાયદેસર ચાલતા કતલ ખાના અંગે રિપોર્ટ માંગતા સીપીસીબી મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું મનાય છે

   અહેવાલ મુજબ દેશના તમામ રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટ અને એનજીટીના આદેશનુ પાલન કરી તુરંત ગેરકાયદેસર ચાલતા કતલ ખાના અંગે વિસ્તારથી અહેવાલ આપવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે  2012થી દેશના તમામ રાજ્યો રિપોર્ટ અંગે ઢીલુ વલણ દાખવી રહ્યા છે.

  એવું મનાય રહયું છે કે કેન્દ્રીય વન અને પર્યાવરણના અનેક આદેશ બાદ રિપોર્ટ ન મળતા સીપીસીબીએ કડક વલણ દાખવ્યું છે. સીપીસીબીનાએ આદેશમાં સ્પષ્ટ પણે રાજ્ય સરકારને સવાલ કર્યા છે કે તમારા રાજ્યમાં કેટલા ગેરકાયદેસર કતલખાના ચાલે છે અને કેટલા પશુઓને કતલખાનામાં લઈ જવામાં આવે છે.

(5:33 pm IST)