Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

સિક્કાના ઉપયોગ બંધ કરવાના સરકારના નિર્ણંયમાં પીછેહઠ : ટંકશાળોમાં ફરીથી ઉત્પાદન શરૂ

ટંકશાળોને તમામ પ્રકારના સિક્કાનું ઉત્પાદન કરવાનું કહેવાયુ ; કામ ધીમીગતિએ કરવા આદેશ

નવી દિલ્હી :સિક્કાનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરવાના સરકારના નિર્ણંયમાં પીછેહઠ કરાઈ છે અને હવે સરકારે તેના આ નિર્ણયમાંથી પલટંતા ચાર ટંકશાળોમાં ફરીથી ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે કામ ધીમી ગતિથી ફરી શરૂ કરવાનો આદેશ અપાયો છે ઉદ્યોગ જગતના સૂત્રોનુસાર આ જાણકારી પ્રાપ્ત થઇ છે.

  સરકારે કોલકાતા, મુંબઇ, નોઇડા અને હૈદરાબાદ સ્થિત ટંકશાળોમાં સંચાલન કરનાર સાર્વજનિક કંપની સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ માઇનિંગ કૉર્પોરેટશન ઑફ ઇન્ડિયા લિમિટેડ કહ્યુ કે, સામાન્ય રીતે બે શિફ્ટમાં કામ કરવાના બદલે એક જ શિફ્ટમાં સિક્કાનું ઉત્પાદન કરવામાં આવે.
  કોલકાતા ટંકશાળ કર્ચમારી સંગઠનના ઉપાધ્યક્ષે કહ્યુ કે, ''અમે શુક્રવારથી સિક્કા બનાવવાનું ઉત્પાદન શરૂ કર્યું છે અમને તમામ પ્રકારના સિક્કાનું ઉત્પાદન કરવાનું કહેવાયુ છે તેમણે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે વર્ષ 2017-18 માં 771.2 કરોડ સિક્કાનું ઉત્પાદન કરવાનું કહ્યું હતું. જેમાંથી 590 કરોડ સિક્કાનું મુદ્રણ થઇ ચૂક્યું છે ચાલુ વર્ષમાં બચેલા ફાઇનાન્શિયલ અઢી મહિનામાં ટંકશાળ આ લક્ષ્ય મેળવી લેશે એવી આશા છે.
સરકારે બજારમાં વધારે સિક્કા અને ભંડાર માટે પોતાની જગ્યાની ઉણપના કારણે 9 જાન્યુઆરીના રોજ સિક્કાનું ઉત્પાદન રોકવાનો નિર્ણય આપ્યો હતો.''

(6:51 pm IST)