Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

વિદ્રોહ : જસ્ટિસ દીપક મિશ્રાને નેપાળના મુખ્ય ન્યાયમૂર્તિની કંપની મળી ગઇ

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને જયારે પોતાના સાથી જજો તરફથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમને નેપાળમાં એક સાથી મળી ગયા છે. શુક્રવારે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મીશ્રાને નિશાન બનાવતી ચાર વરિષ્ઠતમ જજોની પત્રકાર પરિષદ જેમ દેશની પ્રથમ ઘટના છે તેમ નેપાળમાં પણ બે દિવસ પૂર્વે જયારે સુપ્રીમકોર્ટે પોતાના જ ચીફ જસ્ટિસ ગોપાલપ્રસાદ પારાજુલી વિરૂધ્ધ તપાસનો આદેશ કર્યો ત્યારે નેપાળમાં પણ આઘાત વ્યાપી ગયો હતો. મિશ્રા જયારે પોતાના સાથી જજ તરફથી પોતાની પસંદગીની બેંચને કામની ફાળવણી અને સુપ્રીમકોર્ટના એકંદર વહીવટને લઇને આરોપીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પણ પોતાના નાગરિકત્વ અને જન્મતારીખને લઇને વિવાદના વમળમાં ફસાયા છે.

(11:16 am IST)