Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સંખ્યાબંધ ટ્રેનો સળગાવવા પ્રયાસ : અનેક લોકો ઉપવાસ ઉપર : આસામ -મેઘાલય સતત અશાંત

આસામમાં સાતત્ય દેખાવોનો દોર ચાલુ મેઘાલયમાં પણ આખો દિવસ ધમાલ રહી છે,કેટલીય ટ્રેનો સળગાવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અનેક ટ્રેનો રદ થઇ છે અને સંખ્યાબંધ દેખાવકારો ઉપવાસ ઉપર ઉતર્યા છે ખાસ તો 15મીનો ગૌહાટી ખાતે જાપાનના વડાપ્રધાન શિંજો આબે નો પ્રવાસ રદ થયો છે તો અમિતભાઈએ મેઘાલય-અરુણાચલના રવિવારનો પ્રવાસ રદ કર્યો છે,

અખિલ અસાં છાત્ર સહ-આસું અને કોંગ્રેસ સિટિઝનશીપ બિલના વિરોધમાં સુપ્રિમકોર્ટમાં પિટિશન દાખલ કરી છે

 પશ્ચિમ બંગાળના બેલ્ડડ રેલવે સ્ટેશન સળગાવી દેવાયું છે પશ્ચિમ બંગાળ,કેરળ,પંજાબ ,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,ઉત્તરાંચલ સહીત સાત રાજ્યોએ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ ( સીએબી ) નો અમલ તેમના રાજ્યોમાં કરવા ઇન્કાર કર્યો છે તો કેન્દ્રના જવાબદારોએ કહ્યું કે આવો ઇન્કાર કરવા રાજ્યોને કોઈ અધિકાર નથી,

ગૌહતીના ચાંદમારીમાં આસુંના એલાનથી અનેક લોકો અનશનમાં જોડાયા છે સ્કૂલ કોલેજ ઇન્ટરનેટ સતત બંધ છે ત્રિપુરામાં આંદોલન પાછું ખેંચાવાની જાહેરાત સાથે સ્થિતિ સુધરતી જાય છે પરન્તુ બંગાળી ઓઇક્યા મંચે 48 કલાકનું બંધનું એલાન આપ્યું છે

 

(10:23 pm IST)