Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ઇમરાનખાનના ભત્રીજાને ઝડપી લેવા દરોડા

લાહોર હાર્ટ હોસ્પિટલ ઉપર વકીલોના હુમલામાં પાંચ દર્દીઓના મોત થયા છે તે  બનાવમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન નિયાઝીના સગા ભત્રીજા હસન નિયાઝીની ધરપકડ માટે તેના નિવાસસ્થાને દરોડા પડવાંમાં આવ્યા છે ,જોકે હસન ઘેર મળી આવ્યો નથી,

 ઇમરાનખાને વકીલોના હુમલા અંગે ગંભીર નોંધ લઈને વિગતો માંગી છે હોસ્પિટલમાં સેંકડો કાળા કોટ પહેરેલા વકીલો ઘુસી ગયા હતા અને કાળોકેર વર્તાવી અનેક દર્દીઓના ઓક્સીઝ્ન પાઇપો ખેંચી લીધા હતા, તોડફોડ અને આગજની કરી હતી અનેક પેશન્ટ સિરિયસ છે

 

(10:06 pm IST)