Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં અંધાધૂંધ વરસાદ :15 મિનિટમાં દોઢ ઇંચ ખાબક્યો :કુલ 6થી 7 ઇંચ વરસાદથી જળબંબોળ

છેલ્લા 17 કલાકથી એકધારો વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં અંધાધૂંધ વરસાદ પડ્યો છે છેલ્લા 17 કલાકથી એકધારો વરસાદ વરસી રહયો છે છેલ્લી 15 મિનિટમાં દોઢ ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે એક અંદાજ મુજબ ચિત્રકૂટમાં 6થી 7 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે આ લાખાઈ છે ત્યારે રાત્રે 7,45 વાગ્યે પણ વરસાદ ચાલુ છે

 રાજકોટના જાણીતા ટ્રાવેલ્સ એજન્સીવાળા શ્રી વાસુદેવભાઇ જાણીએ જણાવ્યું છે કે અહીં ચિત્રકૂટમાં ગઈકાલથી એકધારો વરસાદ ચાલુ છે તેઓ રાજકોટથી યાત્રાળુઓ સાથે નીકળ્યા છે

 

(8:23 pm IST)
  • બિમાર ( શેર ) અભી જીન્દા હૈ : નિરાશ મત હોના ,હજારો જખ્મ ખાકર ભી અભી મૈં જીન્દા હૂં : નાગરિકતા સંશોધન બિલ મામલે ઉઠી રહેલા વિરોધમાં સમર્થન આપતું લાલુ પ્રસાદ યાદવનું ટ્વીટ access_time 8:25 pm IST

  • દિલ્હીમાં રાત આખી ધોધમાર વરસાદ :આમ છતાં આનંદ, વિહાર, પંજાબી બાગ, લોધી રોડ અને ઇન્ડિયા ગેટ સર્કલ આસપાસ હવાની ગુણવતા અત્યંત ખરાબઃ ભારે વરસાદ છતાં એર પોલ્યુશનમાં મોટો ઘટાડો નથી થયોઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ access_time 11:36 am IST

  • દેશની 3,62 લાખ આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા નથી : 1,59 લાખ આંગણવાડીઓમાં પાણીની અપૂરતી સુવિધા : લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ વાત કહી હતી :મંત્રીએ આપેલ આંકડા મુજબ ઉત્તર પ્રદેશમાં કુલ 1,87 લાખ એટલે કે એક તૃતીયાંશ આંગણવાડી કેન્દ્રો શૌચાલયની સુવિધાથી વંચિત છે access_time 1:18 am IST