Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

૧૮ મહિના બાદ અમેરિકા તેમજ ચીન સમજૂતિ નજીક

બ્રિટનની ચૂંટણીમાં જોન્સનને બહુમતિ મળી : વૈશ્વિક ઘટનાઓની અસર વચ્ચે બજારમાં નોંધાયેલી તેજી

મુંબઈ, તા. ૧૩ : શેરબજારમાં આજે જોરદાર તેજી માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા ૧૮ મહિનાથી જારી ટ્રેડ વોરને લઇને વાતચીત પ્રગતિ પર આગળ વધી છે. એવા સમાચાર મળી રહ્યા છે કે, બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટને લઇને વાતચીત નિર્ણાયક તબક્કામાં પહોંચી ચુકી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટ્વિટ કરીને અંગેના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ચીનની સાથે એક મોટી સમજૂતિ ટૂંક સમયમાં થનાર છે. બીજી બાજુ બ્રિટનની ચૂંટણીમાં બોરિસ જોન્સને બહુમતિનો આંકડો મેળવી લીધો છે.

             તેઓએ વચન આપ્યું છે કે, જો તેમની સરકાર બનશે તો બ્રિટનને તેઓ યુરોપિયન યુનિયનથી અલગ કરશે. બ્રિટનના વિદેશમંત્રી પ્રિતી પટેલ કહી ચુક્યા છે કે તેમની પાર્ટી ક્રિસમસથી પહેલા બિલ સંસદમાં રજૂ કરવાના પ્રયાસ કરશે. બીજી બાજુ એશિયાના અન્ય બજારોમાં પણ આજે તેજી રહી હતી. વૈશ્વિક ઘટનાઓની એશિયાના બજારો ઉપર અસર થઇ હતી. હોંગકોંગ, જાપાન, ચીનના શેરબજારમાં તેજીનો દોર રહ્યો હતો. બીએસઈમાં એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ .૨૧ ટકાનો ઉછાળો રહ્યો હતો.

(7:43 pm IST)