Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

લેવાલીના દોર વચ્ચે સેંસેક્સમાં વધુ ૪૨૮ પોઇન્ટ સુધી ઉછાળો

સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજીથી કારોબારીઓમાં નવી આશા : તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં ઉછાળો : સેંસેક્સ ૪૧૦૦૦થી ઉપરની સપાટીએ વેદાંતા, એક્સિસ સહિતના શેરમાં તેજી : મૂડીરોકાણકારોની સંપત્તિમાં વધારો

મુંબઈ, તા. ૧૩ : શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૪૨૮ પોઇન્ટ ઉછળને ૪૧૦૧૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. વેદાંતા, એક્સિસ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મારુતિ સુઝુકી સહિતના શેરોમાં જોરદાર તેજી રહી હતી જ્યારે તેની વિરુદ્ધમાં ભારતી એરટેલ, બજાજ ઓટો અને એશિયન પેઇન્ટ્સના શેરમાં મંદી રહી હતી. ભારતીય ઇક્વિટી માર્કેટમાં સતત ત્રીજા દિવસે તેજી માટે વિવિધ પરિબળો જવાબદાર રહ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા અને ચીન મોટી વેપાર સમજૂતિ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આજે કારોબારના અંતે નિફ્ટી ૧૧૪ પોઇન્ટ ઉછળને ૧૨૧૦૦ની સપાટી પર રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં . ટકા અને નિફ્ટીમાં . ટકાનો ઉછાળો રહ્યો હતો.

          તમામ સેક્ટરલ ઇન્ડેક્સ આજે તેજીમાં રહ્યા હતા. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ચાર ટકાનો ઉછાળો રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ક્રમશઃ ૧૪૮૨૪ અને ૧૩૩૩૪ની સપાટી રહી હતી. રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઈ) ઉપર આધારિત ફુગાવાનો આંકડો વધીને નવેમ્બર મહિનામાં .૫૪ ટકા થઇ ગયો છે જેથી સામાન્ય લોકો ઉપર વધુ બોજ આવ્યો છે. અનેક ચીજોની કિંમતોમાં વધારો થયો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આજે મુજબની વાત કરવામાં આવી હતી. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઉછાળો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં ફુગાવો .૬૨ ટકા હતો. રિટેલ ફુગાવાનો આંકડો ટકાથી ઉંચી સપાટી ઉપર રહ્યો છે. રિઝર્વ બેંક દ્વારા હાલમાં પોલિસી સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં વ્યાજદરોને યથાવત રાખવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ત્રણ વર્ષની ઉંચી સપાટી ઉપર હવે પહોંચી ચુક્યો છે. અગાઉ જુલાઈ ૨૦૧૬માં રિટેલ ફુગાવો .૦૭ ટકા હતો. સતત બીજા મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ટકાના રિઝર્વ બેંકના અંદાજ કરતા ઉંચો રહ્યો છે. શેરબજારમાં હાલ જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે.

         ફુગાવાનો વધારો આરબીઆઈના નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે છે. વ્યાજદરો યથાવત રહ્યા હતા. હાલમાં રિઝર્વ બેંક દ્વારા તેની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જાહેર કર્યા હતા જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓની ગણતરીને ઉંધી વાળી દઇને વ્યાજદર યથાવત રખાયો હતોહાલમાં કોર સેક્ટર આઉટપુટના આંકડામાં ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં  ૧૭. ટકાનો ઘટાડો રહ્યો હતો. વિદેશી મુડીરોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં હજુ સુધી વેચવાલીનુ વલણ અપનાવ્યુ હતું. વિદેશી રોકાણકારોએ આર્થિક સુસ્તી વચ્ચે સાવચેતીના વલણના ભાગરૂપે મુડી માર્કેટમાંથી ૨૪૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિપોઝીટરીના આંકડા મુજબ વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૮. કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જ્યારે ડેબ્ટ સેગ્મેન્ટમાં નેટ આધાર પર ૧૪૨૪. કરોડ રૂપિયા ઉમેરી દીધા છે. જેથી કુલ રોકાણનો આંકડો ૨૪૪. કરોડનો રહ્યો હતોએફપીઆઈ દ્વારા નવેમ્બરમાં ઇક્વિટીમાં ૨૫૨૩૦ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી હતીજો કે, ડેબ્ટના સેગ્મેન્ટમાંથી ગાળા દરમિયાન ૨૩૫૮. કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

(7:35 pm IST)