Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી છે : નાણામંત્રી નિર્મલા સીતારામન

પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવા તૈયારી : દેશના અર્થતંત્રમાં આવેલી મંદી હેઠળ વિપક્ષના પ્રહારોની વચ્ચે સરકાર દ્વારા સુધારા પગલાઓ અંગે માહિતી આપી

નવીદિલ્હી, તા. ૧૩ : અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહેલા તથા સરકાર ઉપર પ્રહાર કરી રહેલા વિપક્ષના પ્રહારો વચ્ચે આજે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા દેશની અર્થવ્યવસ્થાને લઇને વ્યાપક ચર્ચા કરી હતી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. સીતારામને કહ્યું હતું કે, આર્થિક સુધારાઓની અસર દેખાઈ રહી છે. બીજી બાજુ સુબ્રમણ્યમે દેશની અર્થવ્યવસ્થાને પાંચ લાખ કરોડ ડોલર સુધી લઇ જવા માટે રોડમેપ પર ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર દ્વારા બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને લઇને નાણામંત્રી નિર્મલા સીતારામને પત્રકાર પરિષદમાં બોલતા કહ્યું હતું કે, ટૂંકમાં વધુ સારા પગલા લેવામાં આવી શકે છે. સુબ્રમણ્યમે અર્થવ્યવસ્થાને તેજ ગતિથી આગળ વધારવા માટે હજુ સુધી કરવામાં આવેલા ઉપાયો ઉપર વાત કરી હતી.

           તેમણે કહ્યું હતું કે, નાણામંત્રી અર્થવ્યવસ્થાને ગતિ આપવા વધુ ઉપાયની જાહેરાત કરી શકે છે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં દેશમાં  જીડીપી વિકાસદર ઘટીને . ટકા થયો છે જે સાડા વર્ષની ઉંચી સપાટી ઉપર છે. કૃષ્ણમૂર્તિએ રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકારે વપરાશને વધારવા માટે હજુ સુધી કેટલાક પગલા લીધા છે જેનાથી અર્થવ્યવસ્થામાં તેજી આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વપરાશને વધારવા માટે સરકારે રિટેલ લોનને પ્રોત્સાહન આપવાથી લઇને નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ તથા એચએફસીને સપોર્ટ આપવા માટે પગલા લીધા છે. એનબીએફસી તથા એચએફસી માટે પાર્સલ ક્રેડિટ ગેરન્ટી સ્કીમ લાવવામાં આવી છે. સરકારે પીએસયુના ૬૧૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. કૃષ્ણમૂર્તિએ રજૂઆતમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી વપરાશને વધારવા માટે વિવિધ પગલા લીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં વધુ નક્કર પગલા લેવા માટે ઇચ્છુક છે.

            ૨૭મી નવેમ્બર સુધી રેપોરેટ સાથે જોડાયેલા વ્યાજ ઉપર ૭૦૦૦૦ કરોડ રૂપિયાના આઠ લાખથી વધુની લોન આપવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં ૬૦૩૧૪ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવામાં આવી છે. કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશ મુજબ તમામ સરકારી બેંકોએ રેપોરેટ લિંક પ્રોજેક્ટ લોંચ કર્યા છે જેથી બેંકો પાસેથી લોન લેવામાં સરળતા મળી શકે છે. પીએસબીમાં ૧૬૭૧૬ કરોડ રૂપિયાની ટ્રાન્સપરન્ટ વન ટાઈમ સેટલમેન્ટ પોલિસી લાવવામાં આવી છે. રેલ અને માર્ગ મંત્રાલયને ૩૧મી ડિસેમ્બર સુધી .૪૬ લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષે રેકોર્ડ મૂડીરોકાણ આવ્યું છે. વર્ષ ૨૦૧૯માં ૩૫ અબજ ડોલર પ્રત્યક્ષ મૂડીરોકાણ આવ્યું છે. ઉપરાંત ફસાયેલા હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે પગલા લેવાયા છે. ૨૫૦૦૦ કરોડ રૂપિયાની રકમ મંજુર કરવામાં આવી છે.

(7:34 pm IST)