Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ઇન્ડીયન એરફોર્સમાં કારકિર્દી બનાવવા માટે યુવાનો માટે તકઃ બીજી જાન્યુઆરીથી ઓનલાઇન અરજી કરી શકાશે

નવી દિલ્હી: જો તમે ઇન્ડીયન એર ફોર્સમાં પોતાની કારકિર્દી બનાવવા માંગો છો તો તમારા માટે સારી તક છે. એરફોર્સે એરમેન એક્સવાઇ ગ્રુપ માટે શાનદાર વેકન્સી કાઢી છે. તેના માટે જો તમે જરૂરી યોગ્યતાને પુરી કરો છો તો તમે તેનાપર આગામી 2 જાન્યુઆરી 2020થી ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો. ઓનલાઇન એપ્લાય કરી શકો છો. ઓનલાઇન એપ્લાય માટે લિંક આ દિવસ જ ઓપન થશે. કેન્ડીડેટનું સિલેક્શન લેખિત, ફિજિકલ ફિટનેસ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.

વેકેન્સીની મુખ્ય વાતો

પદનું નામ- એરમેન એક્સવાઇ ગ્રુપ

ખાલી સીટોની સંખ્યા- નિર્દિષ્ટ નથી

યોગ્યતા- 10+2 પાસ (ફિજિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અને અંગ્રેજી)

વય મર્યાદા- 17 જાન્યુઆરી 2000 થી 30 ડિસેમ્બર 2003 વચ્ચે જન્મ થયેલો હોવો જોઇએ.

સેલરી- 33,100/- રૂપિયા દર મહિને, 26,900/-રૂપિયા દર મહિને

અહીં કરો ઓનલાઇન એપ્લાય

ફિજિકલ ફિટનેસ ક્રાઇટેરિયા

ઉંચાઇ- 152.5 સેંટીમીટર

છાતી- ફૂલવવાની મિનિમમ રેંજ 5 સેંટીમીટર

વજન- ઉંચાઇના અનુસાર (એટીએસ માટે મિનિમમ 55 કિલોગ્રામ)

દોડ- 6 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિલોમીટરની દોડ

પુશઅપ- 10

સિટઅપ- 10

સ્કાવટ્સ- 20

પરીક્ષા ફી

આ પદ માટે એપ્લાઇ કરનાર બધા કેન્ડીડેટને પરીક્ષા ફી તરીકે 250 રૂપિયા જમા કરાવવા પડશે. ફી પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેકિંગ અને એક્સિસ બેન્ક ઇ ચલણ દ્વારા કરી શકો છો.

જરૂરી તારીખો

ઓનલાઇન એપ્લાઇ કરવાની શરૂઆત- 2 જાન્યુઆરી 2020

ઓનલાઇન એપ્લાઇ કરવાની અંતિમ તારીખ- 20 જાન્યુઆરી 2020

ઇન્ડીયન એરફોર્સ ગ્રુપ X અને Y ઓનલાઇન પરીક્ષા- 19થી 23 માર્ચ 2020

(5:29 pm IST)