Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

માતા વૈષ્ણોદેવીના દર્શન જતા ભાવિકોને જોવા મળશે અલભ્ય નજારોઃ પહાડીઓ ઉપર સિઝનની પ્રથમ બરફ વર્ષા

નવી દિલ્હી/જમ્મુ: માતા વૈષ્ણોદેવીના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. માતા વૈષ્ણોદેવીના ધામ ત્રિકુટાની પહાડડીઓ પર આ સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. બરફવર્ષા પણ એટલી કે વૈષ્ણોદેવી ભવન અને ભૈરવ મંદિર જવાના રસ્તાઓ પર બરફની મોટી ચાદર બીછાઈ ગઈ છે. હજુ પણ બરફવર્ષા ચાલુ છે.

સીઝનની આ પહેલી બરફ વર્ષામાં ભૈરવ મંદિર પર લગભગ 2 ફૂટ બરફવર્ષા થઈ. જ્યારે વૈષ્ણો દેવી ભવન પર લગભગ એક ફૂટ બરફવર્ષા થઈ છે.

આ બાજુ પહાડો પર ભારે બરફવર્ષા સતત ચાલુ છે. પટણીટોપ, નથાટોપ, અને બદરવામાં ભારે બરફવર્ષા થઈ છે. રાજૌરી-પૂંછમાં શોપિયાને જોડનારા મુઘલ રોડ ઉપર પણ ભારે બરફવર્ષા થઈ છે. બરફવર્ષાના પગલે JAMMU-SRINAGAR નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. જ્યારે જમ્મુ સંભાગના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.

(5:27 pm IST)
  • પંજાબના મુખ્યમંત્રીપદે નવજોતસિંહ સિદ્ધુ ? પ્રિયંકા ગાંધીએ આપેલ નિર્દેશ : મોટો રાજકીય ધડાકો access_time 10:10 pm IST

  • ગૌહત્તીમાં રવિવારથી યોજાનાર ભારત-જાપાન શીખર રદ કરવામાં આવી : આસામમાં સીટીઝનશીપ બીલના પ્રચંડ વિરોધીની અસરરૂપે ૧૫મીએ ગૌહત્તી ખાતે યોજાયેલ ભારત-જાપાન (નરેન્દ્રભાઇ-શીંજો આબે) વચ્ચેની શીખર મંત્રણા રદ કરવામાં આવી છે. શીંજો આબે ૧૫ થી ૧૭ ડીસે. સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વાર્ષિક શીખર મંત્રણા માટે ભારત આવવાના હતા. પંરતુ બે દિવસથી આસામમાં હજારો લોકો રોડ ઉપર આવી દેખાવો કરી રહયા છે. ઓછામાં ઓછા ૨ના મોત થયા છે. ગૌહત્તીમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ જ ખરાબ બની છે. તેથી શીંજો આબે ભારત યાત્રા રદ કરવા વિચારી રહયાનું જાપાનના જીજી પ્રેસે આ પૂર્વે જાહેર કરેલ. access_time 4:05 pm IST

  • દિલ્હી સરકાર સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ પાસે લેવડાવશે મહિલા સન્માનના શપથ : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મહિલા સુરક્ષા માટે તમામ સરકારોએ સાથે મળીને કામ કરવું જોઈએ access_time 1:21 am IST