Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

હવે ૧૦૦ મોસ્ટ પાવરફુલ મહિલામાં નાણામંત્રી નિર્મલા સીતારામન ઇન

ફોર્બ્સની યાદીમાં ત્રણ ભારતીય મહિલાઓ : એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નડાર, બાયોકોનના કિરણ મઝુમદારનો પણ યાદીમાં સમાવેશ કરાયો : રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૧૩ : દેશની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં આગળ વધી રહેલા નાણામંત્રી નિર્મલા સીતારામનના પ્રયાસો ભલે હજુ સુધી રંગ લાવી શક્યા નથી પરંતુ તેમના કામોની ચર્ચા વૈશ્વિક સ્તર પર જોવા મળી રહી છે. ફોર્બ્સની યાદીમાં નિર્મલા સીતારામનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ ભારતીય મહિલાઓનો પણ આમા સમાવેશ કરવામાં આવ્યો છે. યાદીમાં એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નડાર, બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર પણ સામેલ છે. ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામન યાદીમાં ૩૪માં ક્રમ ઉપર છે. રોશની યાદીમાં ૫૪માં સ્થાને છે જ્યારે કિરણ યાદીમાં ૬૫માં સ્થાન ઉપર છે. નિર્મલા સીતારામન દેશના પ્રથમ નાણામંત્રી તરીકે છે. અલબત્ત ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમની પાસે થોડાક સમય માટે નાણામંત્રી તરીકેની જવાબદારી હતી પરંતુ તેઓ સ્વતંત્રરીતે નાણામંત્રી તરીકે હતા. નિર્મલા સીતારામન પહેલા દેશના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી પણ રહી ચુક્યા છે. જનરલ ચાન્સલર એન્જેલા માર્કેલ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. તેઓ છેલ્લા નવ વર્ષથી પ્રથમ સ્થાન પર છે.

           બીજા નંબર પર યુરોપિયન સેન્ટ્રલ બેંકના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ રહેલા છે. અમેરિકી સાંસદ અને સ્પીકર નેન્સી પલોસી યાદીમાં ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના યાદીમાં ૨૯માં ક્રમ ઉપર છે. યાદીમાં મિરિંડા ગેટ્સ છઠ્ઠા સ્થાને છે જ્યારે આઈબીએમના સીઈઓ ગિની રોમેટી નવમાં સ્થાને અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા એન્ડ્રેન ૩૮માં સ્થાને છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્સા યાદીમાં ૪૨માં સ્થાને અને પોપ સ્ટાર રેહન્ના ૬૧માં સ્થાને છે. યાદીમાં ટેલર સ્વિફ્ટનો પણ સમાવેશ થાય છે.

(7:33 pm IST)