Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

લોકોને હવે તત્કાળ ન્યાય જોઈએ છે : પૂર્વ CJI લોઢા

આપણે ભીડની માનસિકતા તરફ આગળ વધી રહ્યા છીએ : લોકોએ હવે કાયદો અને વ્યવસ્થા પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે : ધર્મ આધારીત બાદબાકી બંધારણીય જોગવાઈના માપદંડ પર ખરી ઉતરી શકે નહિં

નવી દિલ્હી, તા.૧૨ : ભારતના પડોશના ત્રણમુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી ધાર્મિક લઘુમતીનેનાગરિકતાનો અધિકાર બક્ષતાનાગરિકતા (સુધારા) વિધેયક૨૦૧૯ અંગે પોતાનો મતવ્યક્ત કરતાં ભારતના પૂર્વમુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ)આર એમ લોઢાએ જણાવ્યું છેકે ધર્મના આધારે બહિષ્કારસંવિધાનની કસોટી પર ખરો  ઉતરતો નથી.  હિંદુસ્તાન ટાઇમ્સને  આપેલ એક મુલાકાતમાંજસ્ટિસ લોઢાએ જણાવ્યું હતું કેઆ કાયદા પર કોઇ વિચાર રજૂ કરવો અત્યારે કવેળાનું છે.

કારણ કે આપણે જાણતા નથીકે આ કાયદાનું આખરી સ્વરુપકેવું હશે. ધર્મ આધારીતબહિષ્કરણ સંવૈધાનિક જોગવાઇઓના માપદંડો પરખરુ ઉતરી શકે નહીં.તાજેતરમાં હૈદરાબાદમાં એકમહિલા વેટરનરી ડોક્ટર પરગેંગ રેપ અને હત્યાના ચારઆરોપીના પોલીસ એન્કાઉન્ટરમાં થયેલ મૃત્યુ અંગે દેશમાં જશ્નના માહોલઅંગેના એક પ્રશ્ના જવાબમાં જસ્ટિસ લોઢાએ જણાવ્યું હતું કે આ બધું આશ્ચર્યજનક છે. એવુંલાગે છે કે લોકોએ કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ ગુમાવી દીધો છે. આ જોતાં એવું જણાય  છે કે આપણે હમમુ રાબીસંહિતાની તરફ આગળ વધી રહ્યાં છીએ જે ૧૭મી સદીમાં બેબિલોનિયાના રાજાનો  નિયમ હતો.તેમણે જણાવ્યું હતું કે આ નિયમની પ્રસ્તાવનામાં એવુંકહેવામાં આવ્યું હતું કે પૃથ્વીપર ન્યાયને પ્રદર્શિત કરવા માટેખરાબ અને અનિષ્ટકરનારાઓનો નાશ કરો. સજામાટે આંખના બદલે આંખ,દાંતના બદલે દાંત, નહોરનાબદલે નહોરનો પ્રયોગ કરવામાંઆવ્યો. આપણે આ પ્રકારની ભીડની માનસિકતા તરફ આગળ વધી રહ્યાં છીએ. એવુંલાગી રહ્યું છે કે આપણે નિષ્પક્ષ  ટ્રાયલ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની પ્રક્રિયા પરથીવિશ્વાસ ગુમાવી દીધો છે જેવાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે.આ ઘટનામાં સામેલ પોલીસકર્મીઓ સાથે શું કરવું  જોઇએ ? એવંુ પૂછતા જસ્ટિસ લોઢાએ જણાવ્યું હતું કે તેમનેકાયદા સમક્ષ લાવવા જોઇએકારણ કે તેમાંથી કોઇપણ બચીશકે નહીં. કાયદાને કાયદાનુંકામ કરવા દેવું જોઇએ.

(3:38 pm IST)