Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બ્રિટનની ચૂંટણીમાં વાસ્તવિક જંગ ભારતીયો - પાકિસ્તાનીઓ વચ્ચે ખેલાયો

લંડન : બ્રિટનમાં ભાગ્યે જ થતી હોય તેવી શિયાળામાં જનરલ ઈલેકશન યોજાઈ ગઈ અને કન્ઝર્વેટીવ પાર્ટીના બોરીસ જહોન્સનનો ભવ્ય વિજય થયો છે. યુરોપિયન સંઘ (ઈયુ)થી અલગ થવા (બ્રેકિઝટ)ના મુદ્દે ભારે ગતિરોધ વચ્ચે બ્રિટનમાં મધ્યસત્રી ચૂંટણી યોજાયેલ. પાંચ વર્ષમાં ત્રીજી વખત આ સામાન્ય ચૂંટણી યોજાઈ જેમાં પ્રવાસી ભારતીયો અને પાકિસ્તાન મુળના મુસ્લિમ નાગરીકો વચ્ચે જબરો જંગ ખેલાયો. પરાજીત લેબર પાર્ટીને પાકિસ્તાની મુસ્લિમોનું સમર્થન હતું જયારે વડાપ્રધાન બોરીસ જોન્સનને ભારતીય મુળના લોકોએ દિલથી સમર્થન આપેલ. નરેન્દ્રભાઈના વર્ચસ્વનો પણ ભરપૂર લાભ જહોન્સનના કન્ઝર્વેટીવ પક્ષને મળ્યો હતો. આમ આ લડાઈ વાસ્તવમાં ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચે ખેલાયો. જેમાં ભારતીયોનો હાથ ઉંચો રહ્યો છે.બ્રિટનમાં ૧૫ લાખ ભારતીય મુળના નિવાસીઓ વચ્ચે છે. બ્રિટનની ૬ કરોડની વસ્તીમાં ભારતીય મુળના લોકોનો ૨.૫% અને પાકિસ્તાન મુળના લોકોનો ૧.૮% હિસ્સો છે. ભારતીય મતો ૪૦ બેઠકો ઉપર સીધા અસરકર્તા છે.લેબર પાર્ટીએ કાશ્મીર અંગે ભારત વિરોધી બયાનો આપતા ભારતીય મુળના લોકો સંપૂર્ણપણે તેમની વિરૂદ્ધ થઈ ગયેલ. લેબર પાર્ટી સાથે મુખ્યત્વે પ્રવાસી શીખ અને મુસ્લિમ રહ્યા હતા. જેનો પરાજય થયો છે. કન્ઝર્વેટીવ પક્ષો ભારતીય મુળના ૨૫ તો લેબર પાર્ટીએ ૧૩ અને લિબરલ ડેમોક્રેટ પક્ષે ૮ ઉમેદવારો મેદાનમાં ઉતારેલ હતા.

(3:24 pm IST)