Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સ્પોટ્ર્સ મંત્રાલયે પદ્મ એવોર્ડ માટે ૯ નામ મોકલ્યા, તમામ મહિલા

ઈતિહાસમાં પહેલી વાર બની અનોખી ઘટના : મેરી કોમ, સિંધુ, વિનેશ ફોગાટ, હરમનપ્રીત કૌર, રાની રામપાલ, સુમા શીરૂર, મનિકા બત્રા તાશીનુંગશીના નામની ભલામણ

નવી દિલ્હી : સ્પોર્ટ્સ મંત્રાલયે તાજેતરમાં પદ્મ અવોર્ડ્સ માટે નવ પ્લેયરોનાં નામની ભલામણ કરી છે. નવાઈની વાત એ છે કે આ નવેનવ પ્લેયર મહિલાઓ છે અને આવું ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે ભલામણ થનારાં નામોમાં દરેકેદરેક પ્લેયર મહિલા હોય.નવ નામોમાં બોકસર એમ. સી. મેરી કોમનું નામ પદ્મ વિભૂષણ માટે અને બેડમિન્ટન પ્લેયર પી. વી. સિન્ધુનું નામ પદ્મ ભૂષણ માટે રિકમેન્ડ કરાયું છે. ૨૦૧૭માં પી. વી. સિન્ધુના નામની આ અર્વોર્ડ માટે ભલામણ કરાઈ હતી, પણ તેને આ એવોર્ડ એનાયત કરાયો ન હતો. ૨૦૧૫માં તેને પદ્મશ્રી પ્રાપ્ત થયો હતો.મેરી કોમ અને સિન્ધુ ઉપરાંત રેસલર વિનેશ ફોગાટ, ક્રિકેટર હરમનપ્રીત કૌર, હોકી પ્લેયર રાની રામપાલ, શૂટર સુમા શિરૂર, ટેબલ ટેનિસ પ્લેયર મનીકા બત્રા અને પર્વતારોહક જુડવા બહેનો તાશી અને નુંગશી મલિકનાં નામની ભલામણ પદ્દમશ્રી અવોર્ડ માટે કરવામાં આવી છે.

ભલામણ કરાયેલા પ્લેયરોનાં નામ ગૃહ મંત્રાલયને મોકલી અપાયાં છે. અવોર્ડ મેળવનારા પ્લેયરોનાં નામ રપ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જાહેર કરાશે.

(3:24 pm IST)