Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

કેરળનાં ગે કપલે કરાવ્યું પ્રી-વેડિંગ ફોટોશૂટ, તસ્વીરો થઇ વાયરલ

કોચી તા. ૧૩: ૩૨ વર્ષિય નિવેદ એથોની ચુલ્લીકલ અને ૨૭ વર્ષિય અબ્દુલ રહિમ બંને કેરળનાં છે. આ બંનેનાં ટૂંક સમયમાં લગ્ન છે. તેમણે હાલમાં જ પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. હાલમાં લગ્નની સિઝન છે એવામાં સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ શૂટ કરાવતા હોય છે. ત્યારે હાલમાં એક પ્રી વેડિંગ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે આ ફોટોશૂટ છે સેમ સેકસનાં કપલનું. જી હાં કેરળનાં એક ગે કપલે હાલમાં જ પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઇ રહ્યું છે. આ કપલે તેનાં શૂટની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અને લખ્યું છ LoveIsLove.૩૨ વર્ષિય નિવેદ એથોની ચુલ્લીકલ અને ૨૭ વર્ષિય અબ્દુલ રહિમ બંને કેરળનાં છે. આ બંનેનાં ટૂંક સમયમાં લગ્ન છે. તેમણે હાલમાં જ પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છેઆ કપલે તેમનાં પાલતૂ શ્વાન સાથે પણ ફોટોશૂટ કાવ્યું છેનિવેદ મીડિયા સાથે વાત કરતાં કહે છે કે, એમ કરી  બતાવ્યું કે, ગે કપલનાં શૂટ્સ પણ અન્ય કપલ્સની જેમ ખુબસુરત અને રોમેન્ટિક હોઇ શકે છે. આ શૂટ્સમાં કંઇ જ વલ્ગર નથી નિવેદનનું કહેવું છે કે, અમે અન્ય નોર્મલ કપલ્સની જેમ જ અમારા લગ્ન ઇચ્છીએ છીએ. તેથી અમે આ માટે પ્રી-વેડિંગ શૂટ પણ કરાવ્યું છે. અમારા લગ્નમાં હલ્દી, સંગીત અને મેહંદી જેવી રસમ પણ હશે.

(3:21 pm IST)