Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાહુલ ગાંધી રેપ ઇન ઇન્ડિયા સૂચન ઉપર મક્કમ : માફીનો ઇનકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીને રેપ કેપિટલ ગણાવ્યું હતું : રાહુલ ગાંધી : ઉત્તરપૂર્વમાં હિંસા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર : રાહુલ ગાંધીનો દાવો

નવી દિલ્હી, તા. ૧૩ : રેપ ઇન ઇન્ડિયા સૂચન બદલ માફી માંગવાનો ઇન્કાર કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે, ભાજપ દ્વારા ઉત્તર પૂર્વમાં થઇ રહેલી હિંસાથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સિટિઝનશીપ એક્ટને લઇને વ્યાપક હિંસા આસામ સહિતના રાજ્યોમાં થઇ રહી છે. આવી સ્થિતિમાં લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે સરકાર દ્વારા આવા પ્રયાસો થઇ રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, તેઓ નિવેદન બદલ માફી માંગશે નહીં. રાહુલે એમ પણ કહ્યું હતું કે, તેમના ફોનમાં એક એવી ક્લીપ છે જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને રેપ કેપિટલ તરીકે કહેતા નજરે પડી રહ્યા છે. ક્લીપને તેઓ ટ્વિટ કરી રહ્યા છે જેથી દરેક વ્યક્તિ આને જોઈ શકશે. ઉત્તર પૂર્વમાં થઇ રહેલી હિંસાથી લોકોનું ધ્યાન અન્યત્ર દોરવા માટે બિનજરૂરી આક્ષેપો થઇ રહ્યા છે.

           મુદ્દાથી લોકોના ધ્યાન અન્યત્ર દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ મોદીના વિડિયો લિંકને ટ્વિટ કરી ચુક્યા છે જેમાં મોદી પોતે દિલ્હીને રેપ કેપિટલ તરીકે ગણાવતા નજરે પડી રહ્યા છે. રાહુલે વળતા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં થઇ રહેલી હિંસા બદલ માફી માંગવા વડાપ્રધાનને અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશના અર્થતંત્રને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. દિલ્હીને રેપ કેપિટલ કહેવામાં આવી ચુક્યું છે. મોદીએ ઉત્તરપૂર્વમાં હિંસા ભડકાવવા બદલ માફી માંગવી જોઇએ. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા બદલ માફી માંગવી જોઇએ. રાહુલે સૂચન કર્યા ત્યારે ગૃહમાં શાંતિ જળવાઈ હતી. રાજનાથસિંહ નિવેદન કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી લોકસભામાં પહોંચ્યા હતા.

(7:29 pm IST)