Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી આપવાની માંગણી કરતી અરજી : 18મીએ બપોરે બે વાગ્યે પટિયાલા હાઉસમાં સુનાવણી

દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર 17મીએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

નવી દિલ્હી: નિર્ભયા કેસના દોષિતોને જલદી ફાંસીની માંગ કરનાર અરજી પર પટિયાલા હાઉસમાં 18 ડિસેમ્બરના રોજ બપોરે બે વાગે સુનાવણી થશે. આ પહેલાં જ્યારે આજે સુનાવણી થઇ તો કોર્ટે કહ્યું કે દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર 17 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થશે. તેના ચૂકાદાની રાહ જોવી પડશે. ત્યારબાદ 18 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે. સુનાવણી દરમિયાન નિર્ભયા ના માતા-પિતા પણ કોર્ટ રૂમમાં હાજર હતા. દોષીના વકીલ એપી સિંહે કહ્યું કે અમારી ઘણી અરજીઓ અલગ-અલગ જગ્યાએ પેડિંગ છે. તેના પર કોર્ટે કહ્યું કે તમને ઘણીવાર સૂચના આપી આવી છે. તમે કેસને લાંબો ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

એપી સિંહે કહ્યું કે પવન આરોપના સમયે નાબાલિગ હતો. તેની અરજી પેન્ડીંગ છે. કોર્ટે કહ્યું કે તમારે ત્યારે અરજી આપવી જોઇતી હતી. જ્યારે નિચલી કોર્ટે સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું કે અમે રિવ્યૂ પર સુપ્રીમ કોર્ટ ની રાહ જોઇશું. આ દરમિયાન નિર્ભયાની માંએ સુપ્રીમ કોર્ટ નો દરવાજો ખખડાવ્યો. અક્ષયની પુનર્વિચાર અરજીના વિરોધમાં અરજી દાખલ કરવાની પરવાનગી માંગી. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ અરજી દાખલ કરવાની પરવાનગી આપી. ફાંસીના કેસમાં પુનર્વિચાર અરજી ઓપન કોર્ટ માં સુનાવણી થશે.

આ દરમિયાન નિર્ભયાની માતાએ કહ્યું કે આશા છે કે દોષીની પુનર્વિચાર અરજી નકારી કાઢી. સાત વર્ષથી લડાઇ લડી રહ્યા હતા, આગળ પણ લડાઇ ચાલુ રહેશે. આ સાથે જ તેમણે દોષીઓ વિરૂદ્ધ ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગ કરી

(12:24 pm IST)