Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આસામની પરિસ્થિતિ વણસતા જાપાનના વડા પ્રધાન શિંજો આબે ભારત નહીં આવે !

ભારતની મુલાકાત રદ થવાની શકયતા : સત્તાવાર જાહેરાતની જોવાતી રાહ

નવી દિલ્હી : આસામમાં હિંંસા વધી જતાં અને ટ્રેનો બાળવાનો પ્રયાસ થતાં જાપાનના વડા પ્રધાન શીંજો આબે ભારતની મુલાકાત રદ કરે એવી શક્યતા હોવાનું જાપાની મિડિયાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે રચેલા નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં છેલ્લા બે ત્રણ દિવસથી આસામ, ત્રિપુરા અને અન્યત્ર હિંસક વિરોધી દેખાવો થઇ રહ્યા છે. આસામમાં તો પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક બની ગઇ હતી. ટ્રેનો બાળવા સુધી તોફાનીઓ પહોંચી ગયા હતા અને ઇન્ટરનેટ સહિતની કેટલીક જીવન જરૂરી સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

જાપાનના વડા પ્રધાનનો મૂળ કાર્યક્રમ એવો હતો કે એ રવિવારે 15મી ડિસેંબરે આસામની રાજધાની ગુવાહાટીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટ કરવાના હતા.

(12:16 pm IST)