Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મહિલાઓ માટેના દિલ્હી પંચના ચેરમેન સ્વાતી માલીવાલ ૧૦ દિવસથી ઉપવાસ ઉપર : સમર્થન આપી રહેલા દેખાવકારો ઉપર પોલીસ તૂટી પડી

આ લડાઇ એમના ઘમંડ અને અમારી જીદની વચ્ચે છેઃ સત્યનો વિજય નિશ્ચિત છે

નવી દિલ્હીઃ દિકરીઓની રક્ષા, સુરક્ષા અને અધિકાર માટે અવાજ ઉઠાવી રહેલ દિલ્હી મહિલા પંચની અધ્યક્ષા સ્વાતી માલીવાલ ૧૦ દિવસથી ઉપવાસ પર ઉપર ઉતરેલ છે. તેમની તબિયત બગડતી જાય છે. ત્યારે ગઇકાલે તેમના સમર્થનમાં મહિલાઓ યુવાનોની રેલી રાજઘાટથી સંસદ જવા નીકળેલ. આ પૈદલ કુચને અટકાવવા પોલીસ બળ વાપરી ઘોલાઇ કરતા રોષ ફેલાયો છે. સ્વાતી માલીવાલે ટવીટ કરી લખ્યુ છે કે ગયા વર્ષે મે ઉપવાસ કર્યા ત્યારે ૧૦માં દિવસે દેશમાં બળાત્કાર ગુજારનારને ફાંસી આપવાનો કાયદો બન્યો. ૧ાા વર્ષ પછી ફરી ઉપવાસ ઉપર બેઠી છું તો ૧૦માં દિવસે ગઇકાલે મોદી સરકારે દેશમાં ૧૦૨૩ ફાસ્ટ કોર્ટો રેપના કેસો માટે બનાવવા જાહેરાત કરી છે. આથી ૬ મહિનામાં બળાત્કારીને ફાંસી આપવાની માગણીની લડાઇને બળ મળશે. અમારા આંદોલનની મોટી જીત છે. સ્વાતી માલીવાલને ટવીટર ઉપર ૨.૨૨ લાખ લોકો ફોલો કરી રહયા છે.

(11:43 am IST)