Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બ્રિટનનો ચુંટણી જંગ

ભારત વિરોધી લેબર પાર્ટી ધૂળ ચાટતીઃ બોરિસનો પક્ષ વિજયી

બ્રેકઝીટ માટે મતદાનઃ ૬૫૦ બેઠકોવાળો સંસદમાં કંઝરવેટિવ પક્ષે બહુમતી માટે જરૂરી ૩૬૩ બેઠકો જીતી લીધી : ૧ ડઝનથી વધુ ભારતીય મુળના ઉમેદવારો જીત્યા

લંડન,તા.૧૩: બ્રિટનમાં આજે સામાન્ય ચુંટણીના પરિણામોનું એલાન થયું ૬૫૦ સીટવાળો સંસદમાં ૬૪૭ સીટોનાં પરિણામો આવી ચુકયો છે. વડાપ્રધાન બોરિસ જોનસનની કન્ઝરવેટિવ પક્ષ ૩૬૩ સીટો જીતી ચુકી છે વિપક્ષી લેબર પક્ષને ફકત ૨૦૨ સીટો મળી છે.વડાપ્રધાન જોનસને ટ્વિટ કરીને કહ્યું યુકે વિશ્વનું સૌથી મહાન લોકતંત્ર છે જેને પણ અમારા માટે મત આપ્યો જે ઉમેદવાર બન્યા તેનો દરેકનો અત્યાર બીજી બાજુ વિપક્ષી લેબર પક્ષનું નેતૃત્વ કરી રહેલા જેરેમી કોર્બિને બ્રેકઝિટને તેમની હારનું કારણ જણાવ્યું છે. કાર્બિને પક્ષનું નેતૃત્વ હવે નહિ કરવાનું એલાન પણ કર્યું છે.

બીજી બાજુ ભારતીય મુળના અનેક ઉમેદવારોએ પણ જીત મેળવી છે. કન્ઝવેટીવ અને લેબર પક્ષ બંનેના અંદાજ એક ડઝન ભારતીય મુળના સાંસદોએ સીટ ઉપર કબ્જે યથાવત રાખ્યો છે. જ્યારે કેટલાક નવા ચહેરાએ પણ જીત મેળવી છે.

ગયા વર્ષની સંસદના સભ્ય રહેલા ભારતીય મૂળના ઉમેદવારોએ આ વખતે પણ સીટો પર જીત મેળવી છે

જોનસનના ભારતના વડાપ્રધાનને નરેન્દ્રભાઇ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રપે અભિનંદન આપ્યા મોદીએ લખ્યું બોરિસ જોનસનને દમદાર બહુમતની સાથે સત્તામાં પાછા ફરવાના કારણે અભિનંદન મારા તરફથી તેમને શુભકામનો ભારત -યુકેના નીકટતાના સંબંધો માટે અમે સાથે રહીને કામ કરીશું.

બીજી બાજુ ટ્રંપે લખ્યું ' બોરિસ જોનસનને શાનદાર જીત માટે અભિનંદન બ્રિટન અને અમેરિકા યુકેની યુરોપિયનની થનારી ડિલથી અનેક ગણુ મોટું થશે'.

જોનસને પરિણામ ઘોષિત થયા બાદ પક્ષ હેડકવાર્ટરથી ભાષણ આપ્યું જોનસને કહ્યું અમે જીત નોંધવી હવે દેશમાં બ્રેકિઝટ થઇને જ રહેશે. જે વિપક્ષ સમર્થકોએ અમને મત આપ્યો અમે તેમને નિરાશ નહિ પરંતુ અમે તમારા વિશ્વાસ પ્રત્યે આભાર વ્યકત કરીએ છીએ.

સમગ્ર બ્રિટેનમાં ગુરુવારે મતદાતાઓએ દેશનાં એક ઐતિહાસિક અને નિર્ણાયક ચૂંટણી માટે મતદાન કર્યું હતું. યુરોપીય સંદ્યથી બહાર નીકળ્યા બાદ દેશનું ભવિષ્ય કેવું હશે? તે વિષય પર થનાર નિર્ણય આ ચૂંટણી મારફતે જ થવાનો જ છે. જો કે, એકિઝટ પોલ અનુસાર બોરિસ જહોનસનની કંઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતું જોઈ શકાય છે.  પીએમ બોરિસ જહોનસને પ્રાથમિક પરિણામો બાદ ટ્વીટ કરતાં ખુશી વ્યકત કરી હતી. તેઓએ કહ્યું કે, યુકે દુનિયાનું સૌથી મહાન લોકતંત્ર છે. જેમણે પણ અમારા માટે વોટ કર્યો છે, જે અમારા ઉમેદવાર બન્યા છે, તે તમામનો આભાર.

તો આ વચ્ચે લેબર પાર્ટીના અધ્યક્ષ ઈયાન લેવેરીએ કહ્યું કે, બ્રેકિઝટ માટે બીજી વાર જનમત સંગ્રહનો પ્રસ્તાવ આપીને તેમની પાર્ટીએ ભૂલ કરી છે. લેવેરીએ કહ્યું કે, તેના પાછળ પાર્ટીનાં નેતા જેરેમી કોર્બિનની કોઈ ભૂલ નથી. અમે યુકેનાં લોકોની ભાવનાઓને સમજી ન શકયા.

(3:50 pm IST)