Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બધી તપાસ એજન્સીઓને એક છત્ર હેઠળ લવાશે

આર્થિક ગુનેગારોની હવે ખેર નથીઃ ઘડાતો એકશન પ્લાન

નવી દિલ્હી, તા.૧૩: આર્થિક અપરાધીઓ, હવાલા કારોબારીઓ અને ટેક્ષ ચોરોની હવે ખેર નથી. તેમના વિરૂધ્ધના  કેસો જલ્દિ નિપટાવવામાં આવશે અને ઝડપી ગતિએ કાર્યવાહી થશે. સુત્રો અનુસાર, સરકાર હવે ઇન્કમટેક્ષ ઇન્વેસ્ટીંગ વીંગ એન્ડ ક્રીમીનલ ઇન્વેસ્ટીંગ વીંગ, એેન્ફોર્સમેન્ટ ડાયરેકટરોટ, ઇકોનોમિક અફેચર ડીપાર્ટમેન્ટ વગેરે હેઠળ કામ કરતી જાંચ એજન્સીઓને ભેગી કરીને એક સ્પેશયલ બોર્ડ બનાવવાની તૈયારીમાં છે. સ્પેશ્યલ ડીપાર્ટમેન્ટ હેઠળ જાંચ એજન્સીઓને એક છત નીચે લાવવામાં આવશે. કોઇ પણ કેસની સામુહિક રીતે ચર્ચા થશે ત્યાર પછી જરૂરીયાત મુજબ ટીમ બનાવીને મામલો સુલઝાવાશે.

સુત્રો અનુસાર, આ પ્રસ્તાવ ઉપર ઝડપભેર કામ ચાલી રહ્યું છે. ટુંક સમયમાં જ તેનો અંતિમ ડ્રાફટ તૈયાર કરવામાં આવશે, પછી તેનું નોટીફેકેશન બહાર પાડવામાં આવશે. આ સ્પેશ્યલ બોર્ડ ડાયરેકટ નાણા મંત્રાલય નીચે કામ કરશે. અત્યારે આ સ્પેશયલ બોર્ડની રચના અંગે બે વિકલ્પો પર વિચાર થઇ રહ્યો છે. બધી તપાસ એજન્સીઓને આ બોર્ડમાં મર્જ કરી દેવી અથવા બીજા વિકલ્પ અનુસાર બધી તપાસ એજન્સીઓને એક બોર્ડ હેઠળ લાવીને તેમનું હાલનું અસ્તિત્વ જેમનું તેમ રાખીને કેસની ગંભીરતા મુજબ સંયુકત ટીમ પાસે તપાસ કરાવાય જેથી તપાસમાં વધુ સમય ન લાગે.

એક સરકારી અધિકારી અનુસાર, અત્યારે ઘણા કેસ આવકવેરા વિભાગ પાસે છે તો ઘણા કેસ ઇડી અને બીજી તપાસ એજન્સીઓ પાસે છે. બધા સ્તરો પર તપાસનું કામ ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગ તપાસ પુરી થયા પછી કેસની ગંભીરતાને જોઇએ તેને ઇડી પાસે અથવા અન્ય એજન્સીઓને મોકલે છે. આમાં સમય લાગી જાય છે. સ્પેશ્યલ બોર્ડ બન્યા પછી કેસની માહિતી પરસ્પર શેર કરવામાં આવશે. પછી નકકી કરવામાં આવશે કે કઇ ટીમને તપાસ સોંપવી. આનાથી બધી તપાસ એજન્સીઓ પાસે એવા લોકોના નામ હશે જે આર્થિક અપરાધ અથવા કારોબારમાં સંડોવાયેલા હશે. પછી આવા લોકો વિરૂધ્ધ તપાસ કરવામાં સરળતા રહેશે. સુત્રો અનુસાર, સ્પેશ્યલ બોર્ડ દ્વારા કાળા નાણાં વિરૂધ્ધના અભિયાનમાં તેજી લાવવાનું લક્ષ્ય છે.

(11:40 am IST)