Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આ બસ નહીં: પણ સરકારી સ્કૂલનું ટોઈલેટ છે!

જયપુર, તા.૧૩: રાજસ્થાનના અલવર જિલ્લાની એક સરકારી સ્કૂલે સ્વચ્છતા અભિયાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા એક અનોખો આઈડિયા અજમાવ્યો છે. અહીંના ઉમરેણ ગામની ગવર્મેન્ટ સીનિયર સેકન્ડરી સ્કૂલે સ્કૂલના ટોઈલેટની ડિઝાઈન સ્કૂલ બસના શેપમાં બનાવી છે અને તેને 'સ્વચ્છતા વાહિની'નામ આપ્યું છે.

સ્કૂલના વહિવટીતંત્રના જણાવ્યા મુજબ, કેટલાક મહિના પહેલા આ સરકારી સ્કૂલની બિલ્ડિંગ ખખડધજ બની ગઈ હતી અને ચોમાસામાં પાણી ભરાતું હતું. ગામના લોકો, પંચાયત અને સ્કૂલ ઓથોરિટીએ તેનું સ્ટ્રકચર બદલવાનો નિર્ણય કર્યો.

આચાર્ય સુમન યાદવે જણાવ્યું કે, 'આ સ્વચ્છતા એકસપ્રેસ વિદ્યાર્થીઓને દેશમાં સ્વચ્છતા અને સેનિટેશનના મહત્વ અંગે જાગૃત કરશે. સારી સગવડો સાથે સરકારી સ્કૂલ તરફ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્કૂલના સ્ટાફ અને ગામલોકોએ રૂપિયા ૨ લાખ ભેગા કર્યા. સ્વચ્છ કલામરૂમ્સ અને સ્વચ્છતા વાહિની સાથે આખી સ્કૂલને રિનોવેટ કરવામાં આવી.'

સ્કૂલ રિનોવેટ કરાઈ અને પાણી બચાવવા માટે સ્કૂલમાં વોટર હાવર્િેસ્ટંગ સિસ્ટમ લગાવાઈ. ચોમાસામાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને તેનો સ્કૂલના બગીચા અને ટોઈલેટ્સમાં ઉપયોગ કરવામાં આવે છે.

આચાર્યએ જણાવ્યું કે, સ્કૂલે તે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીને સમર્પિત કર્યું. તેમણે જણાવ્યું કે, 'સ્કૂલના બગીચાને 'ગાંધી વાટિકા' નામ અપાયું છે. તેમજ સ્કૂલની દીવાલો પર ગાંધીના આદર્શોને સુવિચાર તરીકે લખવામાં આવ્યા છે. તેમજ અલવરના ઐતિહાસિક સ્થળોને સ્કૂલની દીવાલો પર પેઈન્ટ કરવામાં આવ્યા છે.'

અલવરના કલેકટરે સ્કૂલની બહારની દીવાલને 'અલવર શકિત'જેવા સ્લોગન લખાવ્યા છે અને મોબાઈલ એપ્લિકેશન 'યુવા શકિત'નું ચિત્ર દોરાવ્યું છે.

સ્કૂલનું ટોઈલેટ અને સ્કૂલનું પ્રાંગણ ગામલોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. સ્કૂલની અંદર તસવીરો પાડવા ગામલોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.(૨૩.૨)

(10:29 am IST)