Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પાકિસ્તાનથી દિલ્હીમાં આવેલ શરણાર્થીએ નવજાત દીકરીનું નામ રાખ્યું " નાગરિકતા "

મજનુ કા ટીલા વિસ્તારમાં સ્થાયી થયેલા હિન્દુ પરિવારે આ દિવસને યાદગાર બનાવ્યો

 

નવી દિલ્હી : નાગરિકતા સુધારા બિલ લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદા બન્યો છે  પાકિસ્તાનથી દિલ્હીના મજનુ કા ટીલા વિસ્તારમાં સ્થાયી થયેલા એક હિન્દુ પરિવારે આ દિવસો એવી રીતે યાદગાર બનાવ્યો છે કપલે તેમની નવજાત પુત્રીનું નામ 'નાગરિકતા' રાખ્યું છે.

લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પસાર થયા બાદ પરિવારે તેમની પુત્રીનું નામ નાગરિકતા રાખ્યું હતું. યુવતીની માતા આરતીએ જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2012 માં દિલ્હીમાં સ્થાયી થયા હતા. ત્યારથી તેઓ ભારતના નાગરિક તરીકે ઓળખાવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ દરેક બાજુથી નિરાશા મળી રહી હતી. આરતીએ કહ્યું, અમે 7 વર્ષથી ભારતીય નાગરિકતા મેળવવા માટે દરેક શક્ય પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ ક્યાંયથી સફળતા મળી રહી ન હતી. તેના (નાગરિકતા) જન્મ પછી મને વિશ્વાસ હતો કે હવે અમને ભારતનું નાગરિકત્વ મળશે.

નાગરિકતાની દાદી મીરા દાસે કહ્યું કે તેમને આશા છે કે આ બિલ રાજ્યસભા દ્વારા પણ પસાર કરવામાં આવશે. તેમણે કહ્યું, બાળકીના જન્મ સમયે દરેક નાગરિકતાની વાતો કરતા હતા. આ કારણોસર અમે પુત્રીને તે જ નામ આપ્યું. અમને આશા છે કે હવે આપણને નાગરિકત્વ મળશે. હું આ માટે સરકારનો આભાર માનું છું.

(12:45 am IST)