Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

પાસપોર્ટ પર કમળનું નિશાન : કોંગ્રેસ ભડકી, સંસદમાં ઉઠ્યો મુદ્દો વિદેશ મંત્રાલયે કહ્યું- વિપક્ષો કમળને ભાજપની નિશાની ન માને

પાસપોર્ટના સિક્યોરિટી ફીચર્સને મજબૂત કરવા કમળનું નિશાન લગાવાયું : કમળનું નિશાન રાષ્ટ્રીય પ્રતીક

 

નવી દિલ્હી : ભારતીય પાસપોર્ટમાં કમળનું ચિહ્નનો ઉપયોગ કરવાને લઈને વિપક્ષે કેન્દ્ર સરકારને સસદમાં ઘેરી છે. ત્યારે આ મામલે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પ્રયોગ કરવાથી સિક્યોરીટી ફિચર વધારે મજબૂત થશે.

   વિદેશ મંત્રાલયના રવીશ કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું કે ફર્જી પાસપોર્ટની ઓળખ કરવા માટે અને પાસપોર્ટના સિક્યોરિટી ફીચર્સને મજબૂત કરવા માટે કમળનું નિશાન લગાવવામાં આવ્યું છે. સાથે જ કહ્યું કે કમળનું નિશાન આપણું રાષ્ટ્રીય પ્રતીક છે

વધુમાં રવિશ કુમારે કહ્યું કે, આ પ્રયોગ માત્ર કમળ નહી પરંતુ દેશના અનેક ઔતિહાસીક ચિહ્નોનો ઉપયોગ કરાશે. ICAOની ગાઇડલાઇન્સ હેઠળ આ ફેરફારો કરવામાં આવ્યા છે.

   લોકસભામાં આજે કોંગ્રેસના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કેરળના કોઝીકોડમાં કમળના પ્રિન્ટવાળા પાસપોર્ટ આપવાના મુદ્દે કોંગ્રેસના સાંસદ એસ કે રાઘવને લોકસભામાં શૂન્યકાળ દરમિયાન ઉઠાવ્યો હતો. રાઘવને આરોપ લગાવ્યો કે આ સરકારી સંસ્થાઓનું ભગવાકરણ કરવાના પ્રયત્નો છો કારણ કે કમળ ભાજપનું ચૂંટણી ચિહ્ન છે.

(12:11 am IST)