Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આખરે મહારાષ્ટ્રમાં મંત્રાલયો ફાયનલ : શિવસેનાને સીએમ પદ ઉપરાંત ગૃહમંત્રાલય,:એનસીપીને નાણાં મંત્રાલય મળ્યું

કોંગ્રેસના ખાતામાં શિક્ષણ, મહેસૂલ અને મહિલા વિકાસ તેમજ પીડબ્લ્યૂડી મંત્રાલય

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ મહાવિકાસ આઘાડી વચ્ચે હાલમાં મંત્રાલયો ફાયનલ થઈ રહ્યા છે. શિવસેનાના ખાતામાં ગૃહમંત્રાલય ગયું છે. શહેરી વિકાસ અને પર્યાવરણ મંત્રાલય પણ શિવસેનાને મળ્યું છે. કોંગ્રેસના ખાતામાં શિક્ષણ, મહેસૂલ અને મહિલા વિકાસ તેમજ પીડબ્લ્યૂડી મંત્રાલય ગયું છે. જ્યારે એનસપીને નાણા સિવાય ગ્રામી વિકાસ અને સામાજિક ન્યાય મંત્રાલય મળ્યું છે.

  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે હાલમાં કોઈ મંત્રાલય નથી. શિવસેનાના નેતા એકનાથ શિંદેને ગૃહ અને શહેરી વિકાસ વિભાગનો હવાલો સોપાયો છે. આ ઉપરાંત પર્યાવરણ, જળ, સિંચાઈ પર્યટન અને પીડબ્લયૂડી વિભાગની જવાબદારી સોંપાઈ છે. શિંદેની સાથે સુભાષ દેસાઈને પણ ઇન્ડસ્ટ્રી, ઉચ્ચશિક્ષણ અને યુવા રોજગાર મંત્રી બનાવાયા છે.

  44 ધારાસભ્યો વાળી કોંગ્રેસને કોંગ્રેસ નેતા બાળા સાહેબ થોરાટને મહેસૂલ, ઊર્જા, શિક્ષણ, પશુપાલન અને મત્સ્યમંત્રાલયનો હવાલો સોંપાયો છે. નીતિન રાઉતને પીડબલ્યૂડી, આદિવાસી વિકાસ અને મહિલા બાળ કલ્યાણ વિભાગની જવાબદારી સોંપાઈ છે. આમ ઘણા સમયથી મંત્રાલયોને લઇને ચાલી રહી અટકળો આજે ટળી ગઈ છે. કોંગ્રેસના હાથમાં સ્પીકર પદ આવે તેવી પૂરી સંભાવના છે.

  ગઠબંધનમાં સૌથી મોટી ભૂમિકા ધરાવતી એનસીપીના ખાતામાં નાણામંત્રાલય ગયું છે. પાર્ટીના સીનિયર નેતા જયંત પાટીલને નાણામંત્રી બનાવાયા છે. આ સિવાય હાઉસિંગ, ખાદ્યમંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. એનસીપી નેતા છગન ભૂજબળને ગ્રામીણ વિકાસ, જળ સંશોધન, સામાજિક ન્યાય અને એક્સાઈઝ વિભાગની જવાબદારી સોપાઈ છે.

(12:00 am IST)