Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જંતુઓના નાશ માટે ખેતરોમાં વપરાતી DDT દવા આરોગ્ય માટે ખતરનાકઃ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોનો અહેવાલઃ સાઉથ એશિઅન પ્રજાજનોમાં ઘટી રહેલી પ્રતિકાર શકિતના કારણે ડાયાબિટીસ ટુ નો વધી રહેલા વ્યાપ

લોસ એન્જલસઃ જંતુઓના નાશ માટે ખેતરોમાં વપરાતી DDT મનુષ્યના આરોગ્ય માટે ખતરનાક હોવાનું યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ જણાવ્યું છે. તેમના મતે આ દવા મનુષ્યા લીવર ઉપર ખરાબ અસર કરે છે. તેથી તેનો ઉપયોગ મોટા ભાગના દેશોમાં ઘટાડી દેવાયો છે. તેમ છતાં હજુ પણ ભારત સહિત અમુક દેશોમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે. જે મનુષ્યની પ્રતિકારક શકિત ઘટાડનારો છે. પરિણામે લોકો ડાયાબિટીસનો ભોગ બને છે.

૨૦૧૫ની સાલમાં કરાયેલા અભ્યાસ મુજબ ભારતમાં ૬ કરોડ ૯૦ લાખ જેટલા લોકો પ્રતિકારક શકિતના અભાવને કારણે ડાયાબિટીસનો ભોગ બની ગયા છે. જે અમેરિકામાં વસતા સાઉથ એશિઅન લોકોમાં વધુ પ્રમાણ જોવા મળ્યું છે.

(8:07 pm IST)