Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાજસ્થાનમાં બગાવત:સચિન પાયલટના સમર્થક ઈન્દ્રમોહન સિંહે રાજીનામું ફગાવ્યું

મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરાઈ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટના સમર્થકો વચ્ચે મુખ્યમંત્રી બનાવવાની લડાઈ વધુ તીવ્ર બનતી જઈ રહી છે, કોંગ્રેસના હાઈકમાન્ડ પર દબાણ બનાવવાની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સચિન પાટલટના સમર્થક ઈન્દ્રમોહન સિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી આપ્યું છે. સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં લાગી રહેલા સમયને કારણે ઇન્દ્રમોહને રાજીનામું આપ્યું છે. ઈન્દ્રમોહન સિંહા રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા છે. 

કોંગ્રેસ દ્વારા રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત પહેલા આ પદની સ્પર્ધામાં સામેલ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટના ઘરની બહાર સમર્થકોની ભીડ એક્ઠી થયા બાદ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ગેહલોતના સિવિલ લાઈન્સ અને પાયલટના જાલુપુરા ખાતેના મકાન પર સવારથી જ મોટી સંખ્યામાં સમર્થકો એક્ઠા થયેલા છે.

(11:07 pm IST)