Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઓડિસાના 15 વર્ષનાં કિશોરે મગરનાં મોઢામાંથી કાકાનો જીવ બચાવ્યો : વડાપ્રધાન કરશે સન્માન

ભુવનેશ્વર :ઓડિશામાં કેન્દ્રપાડા જિલ્લાનાં એક દૂરસ્થ ગામમાં પોતાનાં કાકાને મગરનાં આક્રમણથી બચાવવા માટે અદમ્ય બહાદુરીનું પ્રદર્શન કરનાર એક નાનાં બાળકને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર માટે પસંદ કરાયો છે ,અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંદિરા ગામમાં સરકારી વાસુદેવપુર વિદ્યાપીઠ હાઇ સ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થી સિતુ મલિક (15)ને 23 જાન્યુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી બહાદુરી પુરસ્કાર આપશે.

  સિતુનાં ગામમા આ વર્ષે 20મી ફેબ્રુઆરીએ તળાવમાં એક મગર ઘુસી ગઈ હતી. તે મગરે તેના કાકા વિનોદ મલિકને પંજામાં લઈ લીધો હતો. માટે સિતુએ તેનો જીવ બચાવ્યો હતો. આ બહાદુર છોકરાએ સુઝ-બૂઝ બતાવીને મગરનાં ઉપલા ભાગ પર આક્રમણ કર્યું હતુ.

  કેન્દ્રપાડા જિલ્લાનાં દસરથી સત્પથીએ કહ્યું કે ‘અમે આનંદ અનુભવીએ છીએ કે અમારા જિલ્લાના કિશોરને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર માટે પસંદગી ભારતીય બાળ કલ્યાણ પરિષદ દ્વારા કરવામાં આવે છે અને પ્રધાનમંત્રી આગામી મહિને આ એવોર્ડ આપશે

  . આ સંબંધમાં આઇ.સી.સી.ડબલ્યુ.નો પત્ર જીલ્લાના વહીવટીતંત્રને મળી ગયો છે. ‘ સિતુના શાળાના હેડમાસ્તર મહેશ્વર રાઉતે કહ્યું કે ‘અમે ગૌરવ અનુભવીએ છીએ. અમારા વિદ્યાર્થીને રાષ્ટ્રીય ઓળખ મળી. તે પ્રધાનમંત્રી સાથે હાથ મિલાવશે ‘

(10:09 pm IST)