Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

યુ.એસ.ના પેન્સિલવેનિઆમાંથી સ્ટેટ સેનેટ ચૂંટણી લડવાની ઇન્ડિયન અમેરિકન શ્રી ડી.રાજાની ઘોષણાઃ વર્તમાન ડેમોક્રેટ સાંસદની ખાલી પડેલી જગ્યા ઉપર રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

પેન્સિલવેનિઆઃ ઇન્ડિયન અમેરિકન રિપબ્લીક શ્રી ડી.રાજાએ પેન્સિલવેનિઆના ૩૭મા ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ સેનેટ ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.તેઓ વર્તમાન કોંગ્રેસમેનની ખાલી પડનારી જગ્યા ઉપરથી ચૂંટણી લડવા માંગે છે.

જો કે આ તેમનો બીજો પ્રયત્ન છે. આ અગાઉ તેઓ ૨૦૧૨ની સાલમાં પણ રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા. પરંતુ ડેમોક્રેટ ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો.

(9:01 pm IST)
  • આંતરાષ્ટ્રીય સ્તરે ચગેલા ભારત - ફ્રાન્સના રાફેલ ફાયટર જેટ વિમાન સોદાના કેસ પર આવતીકાલે સવારે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે : રાફેલ સોદામાં તપાસની જરૂર છે કે નહીં તે નક્કી કરશે સુપ્રીમ : સુપ્રીમ કોર્ટે રાફેલ સોદાના નિર્ણય લેવાની પ્રક્રિયા અને આ સોદામાં સામેલ ઓફસેટ પાર્ટનર બાબતેની અને આ સોદા સામે થયેલ અનેક અરજીઓની એક સાથે સુનાવણી કરશે. access_time 7:50 pm IST

  • સુરત : બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો મામલો:13 ખેડૂતોના ખાતામાં વળતરના રૂપિયા જમા થયા: 22,05,73,857 રૂપિયા એકાઉન્ટમાં જમા થયા:RTGS મારફતે આજે સાંજે રૂપિયા જમા થયા:જમીન સંપાદન પછી ક્ષેત્રફળ દીઠ વળતર ચૂકવાયું:ક્ષેત્રેફળ દીઠ 80 % રકમ ખેડૂતોને ચૂકવામાં આવી access_time 12:23 am IST

  • ૭ ઓનલાઇન લોટરી સેન્ટર પર દરોડાઃ જીએસટી આરોપમાં ૧૧ લોકોની ધરપકડઃ પ્રિન્ટેડ લોટરીને બદલ હાથથી લખેલ લોટરીઃ પોલીસે શિવાજી પાર્ક ભાયખલા, કાલાચોકી, અગરીપાડામાં દરોડા પાડયાઃ કોમ્પ્યુટર, હાર્ડડીસ્ક, સીપીયુ, પ-મોબાઇલ અને ૧ લાખ રોકડા જપ્તઃ અધિકૃત લોટરી સેન્ટર ચલાવતા સામે ગુનો દાખલ access_time 12:03 am IST