Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બે મહિના બાદ વધ્યા પેટ્રોલ - ડીઝલના ભાવ

લોકસભાની ચૂંટણી પહેલા વધશે ભાવ

નવી દિલ્હી તા. ૧૩ : ચૂંટણીના પરિણામ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત થઇ રહેલા ઘટાડા પર બ્રેક લાગી ગઇ છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલના ભાવમાં ૯ પૈસા વધી ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ વધારા બાદ ગુરૂવારે પેટ્રોલના ભાવ ૭૦.૨૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૬૪.૬૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. પેટ્રોલ-ડીઝલ પર એકસસાઇઝ ડ્યૂટી વધી જતાં આ કિંમતો વધવાનું શરૂ થઇ ગયું છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના સંકેત સરકાર માટે એક આંચકો માનવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં ઘટાડા બાદ કેન્દ્ર સરકારે પણ પાંચ રાજયોની ચૂંટણી પહેલાં એકસાઇઝ ડ્યૂટી ઘટાડીને રાહત આપી હતી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨.૫ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. રાજય સરકારો પાસે પણ ૨.૫ રૂપિયાનો ઘટાડો કરવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ ઘણા રાજયોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ૫ રૂપિયા સુધી ઓછા કર્યા હતા.

(3:25 pm IST)