Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાથી હાઇવે પર ટ્રાફિકજામ: શ્રીનગરમાં નેશનલ હાઇવે બંધ

ઉત્તરાખંડમાં પણ બરફ વર્ષા :કેદારનાથમાં બરફની ચાદર છવાઈ

શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં ઠંડી વધી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષાને લીધે ઠંડીનું જોર વધી ગયું છે. રાજ્યના હાઈ-વે પર બરફ વર્ષાને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો.

શ્રીનગરમાં નેશનલ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો હતો.રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. ઉત્તરાખંડમાં પણ બરફ વર્ષા થઇ હતી જેને લીધે કેદારનાથમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી.

(1:10 pm IST)