Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

૨૦૧૭માં ૭૧% લોકો ભાજપ શાસિત રાજયોમાં રહેતા હતાં હવે માત્ર ૫૧%: માત્ર ૧૬ રાજયોમાં રાજ

પંજાબ-કર્ણાટક-મ.પ્રદેશ-રાજસ્થાન-છતીસગઢમાં કોંગ્રેસનું શાસન કે સરકારમાં ભાગીદાર : ૨૦૧૭માં ૮૮૮ મિલિયન લોકો ભાજપના શાસન હેઠળ હતાં: હવે ૨૫૪ મિલિયનનો ઘટાડોઃ આજે સંખ્યા થઇ ૬૩૪ મિલિયનની : એક વખત ભાજપ પાસે ૨૧ રાજયો હતાં

નવી દિલ્હી તા.૧૩: ભાજપાએ હિંદી બેલ્ટના ત્રણ મુખ્ય રાજયો (મ.પ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ) માં સતા ગુમાવ્યા પછી, ભાજપા શાસિત વસ્તીમાં ૨૦૧૭ના ૬૩૪ મિલિયન માંથી ૨૫૪ મિલિયન ઘટીને ડીસેમ્બર ૨૦૧૮માં ૬૩૪ મિલિયન થઇ છે જે ભારતીય કુલ વસ્તીના ૫૧% જેટલી છે.

ભાજપાની સતા હોય અથવા તે સતામાં ભાગીદાર હોય તેવા હવે ૧૬ રાજયો છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરીયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કીમ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ. ભાજપાની ઉચ્ચતમ સંખ્યા ૨૧ રાજયોની રહી છે જેમાં તે સતા પર હોય.

ગઇકાલના પરિણામો પછી કોંગ્રેસ હવે પાંચ રાજયોમાં સતા પર છે જેમાં પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ. જે દેશની વસ્તીના ૨૧ % છે.

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટને ૪૦ બેઠકો મળી વિધાનસભામાં ૨૬ બેઠકો મળતા કોંગ્રેસે સતા ગુમાવી છે, જયારે તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એ ૧૧૯ બેઠકોવાળી વિધાનસભામાં ૮૮ બેઠકો મેળવીને પોતાની સતા જાળવી રાખી છે.

આંધ્ર પ્રદેશ, કેરળ, ઓરિસ્સા, મિઝોરમ, તેલંગાણા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ, આ સાત રાજયોમાં બીજા પક્ષોની સરકાર છે, જયારે જમ્મુ-કાશ્મીરમાં રાજયપાલનું શાસન છે.

ચૂંટણી પંચના આંકડા અનુસાર પાંચ રાજયોની કુલ ૬૭૮ બેઠકોમાંથી કોંગ્રેસને ૩૦૫ અને ભાજપને ૧૯૯ બેઠકો મળી છે. ૨૦૧૩ની સરખામણીમાં ભાજપાએ ૧૮૦ બેઠકો ગુમાવી છે. જયારે કોંગ્રેસે ૧૬૨ બેઠકો મેળવી છે. ૨૦૧૩માં હિંદી ભાષી આ ત્રણ રાજયોમાં ભાજપાએ ૩૭૭ અને કોંગ્રેસને ૧૧૮ બેઠકો મળી હતી. મિઝોરમમાં ૨૦૧૩માં ભાજપ એક બેઠક નહોતું જીત્યુ જયારે ૨૦૧૪માં બનેલ તેલંગાણામાં આ પહેલી ચૂંટણી હતી.

(11:43 am IST)