Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જ્યારે ત્રણ રાજ્યોમાં હારી રહ્યું હતું ભાજપ ત્યારે કયુ કામ કરતા'તા મોદી

ભાજપ ત્રણ હિન્દી ભાષી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની સેમીફાઇનલ હારી ચૂકયા છે

નવી દિલ્હી તા. ૧૩ : પાંચ રાજયમાં વિધાનસભાની ચૂંટણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા તરીકે ધ્યાને લેવામાં આવે છે. મંગળવારે જયારે મતગણતરી શરૂ થઈ ત્યારે પરિણામને લઈને એ વાત પર આશંકા હતી કે પરિણામ ભાજપ માટે ચોંકાવનારું હશે કે અપેક્ષિત? વાત એવી પણ હતી કે, ભાજપ શું પોતાની વિજયકુચ જાળવી રાખશે કે એકઝીટ પોલને ખોટા સાબિત કરશે. આ સતત બદલતા પરિણામ અને ભાજપ માટે સખત બનતી સ્થિતિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીને લઈને થયેલી કેટલીક બબાલો પર કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નથી. એ સમયે તે પોતાના રોજબરોજના કાર્યક્રમમાં વ્યસ્ત હતા.

આ ચૂંટણીના પરિણામ દરમિયાન વડા પ્રધાન મોદીએ બુધવાર માટેના કાર્યક્રમ માટે એક ભાષણ તૈયાર કર્યું હતું જે સ્વાસ્થ્ય સંમેલનમાં આપવાનું હતું. તેઓ શિયાળુસત્રના પ્રથમ દિવસે સંસદ પહોંચ્યા હતા. વડા પ્રધાનની ખૂબ નજીક રહેનારા એક વ્યકિતએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદી માટે મંગળવાર એક સામાન્ય દિવસ જેવો જ હતો. મોદી સવારે સાડા દસ વાગ્યે સંસદ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેણે મીડિયાને પ્રજા સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના વિષયની વાત કહી હતી. ત્યાર બાદ લોકસભાની કાર્યવાહીમાં પણ ભાગ લીધો હતો. જે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેય અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારને શ્રદ્ઘાંજલી આપ્યા બાદ દિવસભર સ્થિગિત કરી દીધી.

અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે, બપોરે વડા પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વિકાસના કામની સમિક્ષા કરી હતી. ત્યાર બાદ એક મહત્ત્વની બેઠકમાં ભાગ લીધો હતો. મોદી તા. ૧૬ ડિસેમ્બરના રોજ રાયબરેલી અને પ્રયાગરાજમાં વિકાસની પરિયોજનાનો પ્રારંભ કરાવશે. સાંજ સુધીમાં એ સ્પષ્ટ થઈ ચૂકયું હતું કે ભાજપ ત્રણ હિન્દી ભાષી રાજયમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની સેમિફાયનલ હારી ચૂકયો છે. તેમ છતાં મોદીએ પોતાના ભાષણ પણ ધ્યાન આપ્યું હતું.

છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કારમી હારના બીજા દિવસ બુધવારે પણ મોદીએ સામાન્ય દિવસની જેમ જ પોતાના દિવસની શરુઆત કરી હતી. ત્યાર બાદ સવારના ૯.૦૦ વાગ્યે વિજ્ઞાન ભવનમાં એક સ્વાસ્થ્ય ફોરમમાં ભાગ લીધો હતો. ત્યાર પછી તેઓ સંવાદ કરવા માટે પહોંચ્યા હતા. અધિકારીએ ઉમેર્યું હતું કે, સંસદીય વિષયો પર પાર્ટીના વરિષ્ઠ સભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ મોદીએ મહારાષ્ટ્રના કલ્યાણ તથા પૂણેના વિકાસ કાર્ય માટેના પ્રોજેકટની સમીક્ષા કરી હતી. તા. ૧૮ ડિસેમ્બરના રોજ આ તમામ સ્થાન પર જશે અને યોજનાઓનો પ્રારંભ કરાવશે. જયારે તા. ૧૪ના રોજ તેઓ કેરળની મુલાકાત લેશે. તા. ૧૫ના રોજ તામિલનાડું વીડિયો કોન્ફરન્સનું આયોજન કરશે.(૨૧.૫)

(11:35 am IST)