Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પપ્પુ હવે પરમ પૂજય થઇ ગયો છે

આવા શબ્દોમાં રાજ ઠાકરેએ ઉડાવી રાહુલ ગાંધીની મજાકઃ કહ્યું કે અમિત શાહ અને નરેન્દ્ર મોદી તો પોતાના અભિમાન અને અહંકારને કારણે હાર્યા

મુંબઇ તા. ૧૩ :.. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અને મધ્ય પ્રદેશમાં સારા દેખાવ પર વ્યંગ કરતાં કહ્યું હતું કે 'પપ્પુ હવે પરમ પૂજય થઇ ગયો છે.'

રાહુલ ગાંધીને તેમના વિરોધીઓ પપ્પુ કહે છે અને આ નામ લઇને રાજ ઠાકરેએ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો હતો.

રાહુલ ગાંધીને કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યાને એક વર્ષ થયું છે ત્યારે કોંગ્રેસને જીત મળી છે એમ જણાવતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે 'શું રાહુલ ગાંધીના નેતૃત્વનો રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર થશે ખરો? જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના પ્રમુખ અમિત શાહને કારણે પાર્ટીની હાર તો નિશ્ચિત જ હતી. છેલ્લાં ચાર વર્ષના તેમના વ્યવહારથી આ પરિણામ અપેક્ષિત જ હતું. ભારતની જનતાને હવે સમજાઇ ગયું છે કે તેઓ તમામ મોરચા પર નિષ્ફળ રહ્યા છે. તેમની પાસે કોઇ મુદ્ે બચ્યો નથી એટલે જ હવે રામ મંદિરના મુદ્ને આગળ કરી રહ્યા છે, પણ જનતા હવે શાણી થઇ ગઇ છે.' (પ-૯)

 

(11:34 am IST)