Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ત્રણ રાજ્યમાં જીત બાદ પણ કોંગ્રેસે ખુશ થવાની જરૂર નથી!

મધ્યપ્રદેશમાં ભાજપ મતની ટકાવારી કોંગ્રેસથી વધી છે જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસને મતની ટકાવારી વધુ છે : સમગ્ર બાજી અપક્ષ અને અન્ય પાર્ટીઓએ બગાડી છે

નવી દિલ્હી તા. ૧૩ : ભાજપે હિન્દી પટ્ટીના ત્રણ મુખ્ય રાજયને ભલે ગુમાવ્યા, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ભાજપ હજી મજબૂત છે. મધ્યપ્રદેશમાં ભાજપ મતની ટકાવારી કોંગ્રેસથી વધી છે, જયારે રાજસ્થાનમાં કોંગ્રેસને મતની ટકાવારી વધુ છે. સમગ્ર બાજી અપક્ષ અને અન્ય પાર્ટીઓએ બગાડી છે.

જો આ વિધાનસભા ચૂંટણીની મતની ટકાવારીની તુલના ૨૦૧૪માં થયેલી લોકસભાની ચૂંટણી સાથે કરીએ તો આ ભાજપનીમોટી હાર છે, કારણ કે આ ત્રણ રાજયની ૬૫ લોકસભા સીટમાંથી ૬૨ પર જીત મેળવી હતી. તેલંગણા અને મિજોરમમાં, ક્ષેત્રીય પાર્ટીની જીત થઇ છે.૨૦૧૪ બાદ આ અનેક રાજયમાં નોંધવામાં આવ્યું છે કે ગેર ભાજપ અને ગેર કોંગ્રેસી પાર્ટીઓની સારી મજબૂતી છે.

રાજનીતિક નિષ્ણાંતોનું માનવું છે કે આ સ્થાનિક પાર્ટી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહેશે. સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ઘ ગેર ભાજપી પાર્ટીને એક સાથે લાવી એક સંયુકત મોર્ચા બનાવવાની કવાયત ચાલી રહી છે.

છત્તીસગઢમાં નજર કરીએ તો કોંગ્રેસને આ ચૂંટણીમાં ૪૩ ટકા મત મળ્યા જે ૨૦૧૩ની વિધાનસભામાં મળેલા ૪૦.૩ ટકા અને ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મળેલા ૩૮.૭ ટકાથી વધુ છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીને રાજયની ૧૧ લોકસભા સીટમાંથી માત્ર ૧૦ પર જ જીત મળી હતી. આ તુલનામાં ભાજપની મોટી હાર છે, કારણ કે પાર્ટીને ૨૦૧૩માં ૪૧ ટકા મત મળ્યા હતા જે આ વખતે ઘટીને ૩૩ ટકા રહી ગયા છે, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને અંદાજે ૪૯ ટકા મત મળ્યા હતા અને રાજયની ૧૧ લોકસભા સીટમાંથી ૧૦ પર જીત મેળવી હતી.

મત વિશ્લેષણ પર નજર કરીએ તો કેટલીક પાર્ટીઓ અને અપક્ષે વધુ મત મેળવ્યા છે. ૨૦૧૩માં બહુજન સમાજ પાર્ટીને ૪.૩ ટકા મત મળ્યા હતા. પરંતુ આ વખતે માયાવતીની પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢ સાથે ગઠબંધન કર્યું અને બંનેને ૧૧.૫ ટકા મત મળ્યા છે.(૨૧.૩)

(10:25 am IST)