Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

અંબાણી પરિવારના ઘરે આવી ગઈ જાન અનંત-આકાશે ઘોડે ચડીને કર્યુ સ્વાગત

ફુલની સજાવટથી પુરા એન્ટિલિયામાં જશ્નનો માહોલ

મુંબઈ :દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી આજે આનંદ પિરામલ સાથેના લગ્નબંધનમાં બંધાશે. એન્ટિલિયામાં મહેમાનો આવવા લાગ્યા છે અને ઇશાની જાન પણ એન્ટિલિયા પહોંચી ચુકી છે.

મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અને અનંત ઘોડી પર બેસીને જાનના સ્વાગત માટે આતુર છે.

સમગ્ર એન્ટિલિયા દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જ્યા મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં આવી હતી. તમામ મહેમાનોનું સ્વાગત મુકેશ અંબાણીએ કર્યું અને આનંદ પીરામલ તમામને ગળે મળ્યા હતા .

અમિતાભ-જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન લગ્નમાં જોડાવા અંબાણીના ઘરે પહોંચ્યા છે ફુલની સજાવટથી પુરા એન્ટિલિયામાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:00 am IST)