Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મધ્યપ્રદેશના નાથ બનશે કમલનાથ :સિંધિયાએ મુક્યો મુખ્યમંત્રી નામનો પ્રસ્તાવ

હવે કમલનાથના નામ પર રાહુલ ગાંધી મહોર લાગવાની રાહ:સમર્થકોએ જબરું જોર કર્યું હતું :કાર્યાલય બહાર નારા લગાવ્યા હતા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં લાંબી રાહ જોયા બાદ અંતે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને બીજા પક્ષોના સમર્થન બાદ તેને બહુમતનો આંકડો પાર કરી લીધો છે હવે પ્રદેશ અધ્યક્ષ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે મુખ્યમંત્રીના પદ માટે કસ્મકશ ચાલતી હતી જેમાં જાણકારો એવું માની રહ્યાં હતા કે કમલનાથને સીએમ બનાવશે જોકે પાર્ટીની અંદરથી સિંધિયાના સમર્થકોનો અવાજ સિંધિયાના પક્ષમાં ઉઠી રહયો હતો

  આખરે લાંબી મથામણ બાદ સિંધિયાએ કમલનાથના નામનો પ્રસ્તાવ આપ્યો છે અને હવે તેના નામ પર રાહુલ ગાંધી મહોર લાગવાની રાહ છે

   ખાસ વાત એ છે કે સિંધિયાએ ખુદ કમલનાથનું નામ પ્રસ્તાવિત કર્યું છે જયારે રાજ્યમાં તેના નામની દાવેદારી પર જોર અપાતું હતું સિંધિયાએ તેના તરફથી કોઈ સંકેત આપ્યા નથી પરન્તુ તેના એક નિવેદનથી લાગી રહયું હતું કે તેઓ ખુદ આ રેસથી બહાર નથી

  સિંધિયાએ કહ્યું હતું કે જો તેમને સીએમ બનાવની તક મળે તો આ એમના માટે બહુત સન્માનની વાત હશે

કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામ પર પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સર્વસંમતિ સાથે કમલનાથના નામ પર મહોર મારવામાં આવી હતી.કમલનાથ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને રાજ્યમાં તેમનું ઘણું પ્રભુત્વ છે. 

.

(12:00 am IST)