Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

BCCI ન ન્‍યુઝીલેન્‍ડ સામેની ટેસ્‍ટ શ્રેષ્‍ણી રમવા માટે ટીમની જાહેરાત કરી : વિરાટ કોહલી પ્રથમ મેચમાં ભાગ નહિ લે

પહેલા મેચમાં અજિંક્ય રહાણેને કેપ્‍ટનશીપ અપાઇ

મુંબઇ : BCCIએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. ન્યુઝીલેન્ડ ભારતના પ્રવાસે આવી રહ્યું છે, જ્યાં તે પહેલા ત્રણ મેચની T20 સીરીઝ અને પછી બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભાગ નહીં લે. તેના સ્થાને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે ને કેપ્ટનશીપ આપવામાં આવી છે. જોકે, રહાણેની ટેસ્ટ ટીમમાં હાજરી પૂર્વ ભારતીય બેટ્સમેનને પસંદ નથી.

આકાશે સોશિયલ મીડિયા વિડીયો શેર કરીને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમ વિશે વાત કરી હતી. અનુભવી બેટ્સમેન આકાશ ચોપરાએ અજિંક્ય રહાણેની પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા. તે કહે છે કે જ્યારે રહાણે ની પસંદગી નિશ્ચિત ન હતી, તો પછી તેને કેપ્ટનશીપ કેવી રીતે આપી શકાય. આકાશે રહાણેની બેટિંગ અને ફોર્મ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

અજિંક્ય રહાણેએ છેલ્લી 15 ટેસ્ટમાં 24.76ની નીચી એવરેજથી 644 રન બનાવ્યા છે. હાલમાં તેની કારકિર્દીની સરેરાશ 40 થી ઓછી છે. ચોપરાએ રહાણેની પસંદગી અંગે કહ્યું, ‘તમે અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે પસંદ કર્યો, પરંતુ સત્ય એ છે કે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તેના સ્થાનને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. મને ખરેખર અજિંક્ય રહાણે ગમે છે. જોકે સત્ય એ છે કે તેની સરેરાશ ઘટી રહી છે. આ દરમિયાન એક-બે ઇનિંગ્સ સારી રહી, પરંતુ છેલ્લા બે વર્ષમાં તેની એવરેજમાં 20 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. રહાણેની એવરેજ ક્યારેય આટલી ઓછી થઈ નથી.

(9:38 pm IST)