Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મની લોન્ડરિંગ - ટેરર ફંડિગ માટે ક્રિપ્ટો કરન્સીના વધતા ઉપયોગથી કેન્દ્ર સરકાર એક્શનમાં :વડાપ્રધાન મોદીએ બોલાવી તાબડતોડ બેઠક

પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને કેટલાક આદેશ પણ આપ્યાં ચર્ચા કરવા તથા આ દૂષણને ડામવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

 

નવી દિલ્હી : મની લોન્ડરિંગ અને ટેરર ફંડિગ માટે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ વધતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે.

પ્રધાનમંત્રી મોદીએ શનિવારે તાબડતોબ એક મહત્વની બેઠક બોલાવીને આ મુદ્દે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને કેટલાક આદેશ પણ આપ્યાં હતા. 

પીટીઆઈએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ક્રિપ્ટો કરન્સી સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા તથા આ દૂષણને ડામવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

મોદીની બેઠકમાં ક્રિપ્ટો કરન્સીની વધતી રહેલા બજારના પરિણામો પર વ્યાપક સ્તરે ચર્ચા થઈ. બેઠકમાં અનિયમિત ક્રિપ્ટો બજારના મની લોન્ડિરંગ અને ટેરર ફાઈનાન્સિંગના વધતા ચલણ પર ચિંતા વ્યક્ત કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં લોભામણી જાહેરખબરો દ્વારા યુવાનો યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોને અટકાવવાની જરુરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. 

(9:35 pm IST)