Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

એલર્ટ! ભારતમાં નોરો વાયરસની એન્ટ્રી, કેરળ સરકારે કહ્યા સતર્ક રહેજો

પશુઓમાંથી માણસમાં ફેલાઇ રહ્યા છે આ ચેપ : ડાયરીયા અને વોમીટીંગ જેવા લક્ષણો

નોરોવાયરસથી સંક્રમિત માણસને વોમિટિંગ અને ડાયેરિયાની સમસ્યા હોય છે : સામાન્ય રીતે થોડા દિવસોમાં માણસ સાજો થઇ જાય છે અને સૌથી વધારે સંક્રમણ શિયાળામાં જોવા મળે છે.  નોરોવાયરસ સામાન્ય રીતે દૂષિત પાણી, દૂષિત ખોરાક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે . આવી સ્થિતિમાં કેરળ સરકાર પાણીના શુદ્ધિકરણ માટે તેમાં વધુ ક્લોરિન મિક્સ કરી રહી છે. સામાન્ય રીતે આ ચેપ જીવલેણ હોતો નથી, પરંતુ બાળકો અને વૃદ્ધોને ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. વધુ પડતી ઉલ્ટી અને ઝાડાને કારણે  સ્થિતિ ગંભીર બની શકે છે.

કેરળના વાયનાડ જિલ્લામાં નોરોવાયરસના કેસની પુષ્ટિ થઈ છે. કેરળ સરકારે કહ્યા કે લોકોને આ ચેપી વાયરસ સામે સાવચેત રહેવાની જરૂર છે. તેના ચેપને કારણે, પીડિતને ઉલ્ટી અને ઝાડા થવા લાગે છે. બે અઠવાડિયા પહેલા વાયનાડ જિલ્લાના વિથિરી નજીક પુકોડે ખાતે વેટરનરી કોલેજના લગભગ ૧૩ વિદ્યાર્થીઓમાં એક દુર્લભ નોરોવાયરસ નોંધાયો હતો.

(5:03 pm IST)