Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

આર્યન ખાને ગયા વર્ષે દુબઇમાં ઉજવ્યો હતો

જન્મદિવસ આ વર્ષે NCBની ઓફિસમાં વીતાવ્યો : મોડી રાત સુધી પૂછપરછ

મુંબઇ તા. ૧૩ : ક્રુઝ પાર્ટી ડ્રગ કેસમાં ફસાયેલ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનનો ગઇકાલે શુક્રવારે જન્મ દિવસ હતો. પણ આ વખતે આર્યન ખાન પોતાનો જન્મદિવસ બહુ સેલીબ્રેટ નથી કરી શકયો. ગયા વર્ષે આર્યને પોતાનો બર્થ ડે દુબઇમાં મનાવ્યો હતો પણ આ વર્ષે પરિસ્થિતિ એવી બદલાઇ કે તેને પોતાના જન્મ દિવસ પર લગભગ ૬ કલાકથી વધારે સમય એનસીબી ઓફિસમાં જ રહેવું પડયું હતું.

સુત્રોએ કહ્યું કે, આર્યન ખાન સાંજે એનસીબી ઓફિસે પહોંચ્યો હતો અને લગભગ સાડા છ કલાકની પૂછપરછ પછી તે રાત્રે સાડા અગીયાર પછી મન્નત પાછો ફર્યો હતો. કોર્ટે ગયા મહિને તેની જામીન અરજી મંજુર કરતા તેને દર શુક્રવારે એનસીબી સમક્ષ હાજર રહેવા કહ્યું હતું.

(11:54 am IST)