Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પબ્જી મોબાઇલ ઇન્ડિયા માટે પ્રી રજિસ્ટ્રેશન શરૂ : હવે કંપની ભારત માટે ખાસ રીતે ગેમ લોન્ચ કરશે

આઈઓએસ અને એન્ડ્રોઇડ બંને જ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ

મુંબઈ : પબ્જી મોબાઇલે ભારતમાં પરત ફરવાની જાહેરાત કરી છે. હવે કંપની ભારત માટે ખાસ રીતે પબ્જી મોબાઇલ ઇન્ડિયાગેમ લોન્ચ કરશે. પબ્જી મોબાઇલ ઇન્ડિયા માટે પ્રી રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. પ્રી રજીસ્ટ્રેશન એન્ડ્રોઇડ અને આઈઓએસ ડિવાઇસ માટે છે.

 

જોકે કંપનીએ એ નથી જણાવ્યું કે ગેમ લોન્ચ ક્યારે થશે અને ક્યારથી તેને ડાઉનલોડ કરી શકાશે. પરંતુ તેના પહેલા ગેમ શેરિંગ કોમ્યુનિટી Tap Tap પર પબ્જી મોબાઇલ ઇન્ડિયા પ્રી રજિસ્ટ્રેશન માટે લાઇવ થઇ ગયું છે.Tap Tap પર પબ્જી મોબાઇલ ઇન્ડિયા ગેમને લિસ્ટ પણ કરવામાં આવી છે અને આ કોમ્યુનિટીના કેટલાક યૂઝર્સ તેના માટે પ્રી રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે. આ આઈઓએસ અને એન્ડ્રોઇડ બંને જ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે. જોકે અત્યાર સુધી આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર આવી.નથી

Tap Tap પર પબ્જી મોબાઇલ ઇન્ડિયાને ગેમિંગ કોમ્યુનિટી તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. અત્યાર સુધી અહીં 1 લાખ પ્રી રજિસ્ટ્રેશન થઇ ચુક્યા છે. એટલું જ નહીં અહીં પબ્જી મોબાઇલ ઇન્ડિયા ગેમની ડીટેલ્સ અને ફેસબુક, ઇન્સ્ટા પેજની પણ જાણકારી આપવામાં આવી છે.

પબ્જી મોબાઇલ ઇન્ડિયાનું ફેસબુક પેજ પણ છે, પરંતુ તે વેરિફાઇડ નથી. અહીં કમિંગ સૂનનું મેસેજ લખ્યું છે. Tap Tapના ગેમ ડિસ્ક્રિપ્શન મુજબ આ ગેમ હિંદી અને અંગ્રેજીમાં હશે. જોકે તેમાં કેટલી શક્યતા છે તે હાલ કહીં શકાતુ નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે કાલે જ સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટન ઇન્કના તાબા હેઠળની કંપની પબ્જી કોર્પોરેશને જાહેરાત કરી છે કે ભારતમાં 100 મિલિયન રોકાણ કરવામાં આવશે અને ભારત માટે ખાસ પબ્જી મોબાઇલ ઇન્ડિયા ગેમ લોન્ચ કરવામાં આવશે.

પબ્જી કોર્પોરેશન ભારતમાં પોતાની સબસિડીરીની પણ શરૂઆત કરશે જેના માટે 100 લોકોની નિમણૂંક કરશે. કંપનીએ ડેટા સિક્યોરિટીને લઇને જણાવ્યું કે કંપની માટે યુઝર ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટી ટોપ પ્રાયોરિટી છે અને તેના માટે કંપની સતત ઓડિટ કરશે

(10:39 pm IST)