Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ભારતીય જવાનોનો વળતો પ્રહાર : પાકિસ્તાનના આઠ સૈનિકોને ઢાળી દીધા

કમાલકોટ સેક્ટરમાં ગોળીબારમાં BSF અધિકારી સહિત ત્રણ જવાન શહીદ : ત્રણ નાગરિકોના મોત : બે બાળકો સહીત પાંચને ઇજા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં કમાલકોટ સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાને ગોળીબાર કરતા BSF ના અધિકારી સહીત  ત્રણ જવાન શહીદ  થયા હતા અને 3 નાગરિકના મોત નિપજ્યા હતા આ ઘટનામાં બે બાળકો સહિત 5નાગરિકોને ઇજા પણ પહોંચી છે. પાકિસ્તાની સૈનિકોએ સપ્તાહમાં બીજી વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું. હતું

પાકિસ્તાન દ્વારા કરાયેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનના જવાબમાં ભારતીય જવાનોએ વળતો પ્રહાર કરતા પાકિસ્તાનના 7-8 સૈનિકોને ઢાળી દીધા હતા. જેમાં પાક. સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSP)ના 2-3 કમાન્ડોનો સમાવેશ થતો હોવાનું સેનાના સૂત્રોએ જણાવ્યું છે

BSF પ્રવક્તાને ટાંકી સ્થાનિક મીડિયા જેકે ન્યૂઝે અહેવાલ આપ્યા કે શુક્રવારના પાક. મોર્ટાર હુમલામાં BSFના સબ ઇન્સ્પેક્ટર રાકેશ ડોભાલ અને સેનાના બે જવાન શહીદ થયા છે. ઉત્તર કાશ્મીરમાં ત્રણ સ્થળે પાક. ગોળીબારના અહેવાલ છે.

 

પૂંચમાં નાગરિક વિસ્તારમા કરાયેલા મોર્ટાર હુમલાને કારણે લોકોમાં નાસભાગ મચી હતી. પૂંચના સૌજિયાન વિસ્તારમાં પાક. ગોળીબારમાં 5 લોકોને ઇજા પહોંચી છે .જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. તમામને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ માર્ટાર અને અન્ય શસ્ત્રોથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ઘવાયેલા નાગરિકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવાયા છે.

કર્નલ કાલિયાના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં પાકિસ્તાન તરફથી બીજી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન (Pak Firing) કરવામાં આવ્યું છે. પાક. સેના ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂષણખોરી કરાવે છે. ગત 7 અને 8 નવેમ્બરની રાત્રે પણ આવો પ્રયાસ કરાયો હતો. Pak Firing news

જેમાં સુરક્ષાદળોએ માશીલ સેક્ટરમાં ઘૂષણખોરી અટકાવી ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં એક કેપ્ટન સહિત સેનાના ત્રણ અને એક બીએસએફ જવાન શહીદ થઇ ગયા હતા.

શુક્રવારે પણ પાકિસ્તાને સેનાએ ઉરીના કમાલકોટ ઉપરાંત બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટર અને કુપવાડા જિલ્લાના કરણ સેક્ટરમાં પણ યુદ્ધ વિરામ કરી ગોળીબાર કર્યો હતો.

આજે સુરક્ષાદળે ઉત્તર કારશ્મીરના કુપવાડા જિલ્લાના કરણ સેક્ટરમાં LoC પર શંકાસ્પદ ગતિવિધિઓ ધ્યાને લીધી હતી. તે સાથે સતર્ક જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો.

કર્નલ કાલિયાના જણાવ્યા મુજબ પાકિસ્તાન અસુક્ષિત યુદ્ધવિરામ ઉલ્લંઘન (મોર્ટાર કે આધુનિક શસ્ત્રો દ્વારા ફાયરિંગ)ની આડમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરાવે છે. પરંતુ સેનાના જવાને તેનો જડબાતોડ જવા આપી રહ્યા છે. પાક. દ્વારા આવા કરાયેલા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દેવાયા છે.

(6:42 pm IST)