Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ઉત્તરપ્રદેશમાં આ વખતે દિપોત્‍સવીમાં અલગ જ વૈભવ જોવા મળશેઃ યોગી સરકાર લોકકળાનું પ્રમોશન કરશેઃ 7 પ્રદેશની લોક સંસ્‍કૃતિ જોવા મળશે

અયોધ્યાઃ અયોધ્યાના દીપોત્સવ 2020માં આ વખતે બધુ ગત વર્ષ કરતા કઈંક ખાસ છે. પછી ભલે તે દીવડાની સંખ્યા હોય કે પછી ભવ્યતાની વાત...દીપોત્સવમાં આ વખતે અલગ જ વૈભવ જોવા મળશે. દીપોત્સવમાં સાંજે જે ભવ્યતા જોવા મળશે તેની પૂરેપૂરી તૈયારીઓ થઈ ગઈ છે.

યોગી સરકાર આ વખતે એકવાર ફરીથી ઉત્તર પ્રદેશની લોકકળાનું પ્રમોશન કરશે. આ વખતે દીવાળી પર રઘુનંદનનું સ્વાગત ફક્ત દીવડાથી નહીં પરંતુ રંગારંગ કાર્યક્રમથી પણ થશે.

  • આ કાર્યક્રમમાં સાત અલગ અલગ પ્રદેશની લોક સંસ્કૃતિ જોવા મળશે.

ભગવાન રામના પુષ્પક વિમાનથી અયોધ્યાની ધરતી પર ઉતરવાની સાથે જ દેશના અલગ અલગ પ્રદેશોથી આવેલા વિભિન્ન સંસ્કૃતિઓના કલાકાર પોતાના અનોખા અંદાજમાં સ્વાગત કરશે.

સરયૂ તટ પર લાખોની સંખ્યામાં ઝગમગાતા દીવડા વચ્ચે સંસ્કૃતિઓ અને લોકકળાઓની સતરંગી છટા અયોધ્યાનગરીને અદભૂત અને અલૌકિક બનાવશે.

રઘુનંદનના સ્વાગતમાં રામનગરીમાં ગુજરાતથી લઈને બુંદેલખંડ સુધી સાત અનોખી સંસ્કૃતિનું મિલન સરયૂ તટ પર એક સાથે જોવા મળશે.

યોગી સરકારે દીપોત્સવને ખાસ બનાવવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને બુંદેલખંડના લોક કલાકારોની સાથે સ્થાનિક કલાકારોને પણ અયોધ્યા બોલાવ્યા છે.

દુનિયાભરમાં આકર્ષણ અને કુતૂહલનું કેન્દ્ર બનેલી અયોધ્યામાં દીપોત્સવ દ્વારા યોગી સરકાર સમગ્ર વિશ્વને ભારતનો સાંસ્કૃતિક વૈભવનો સંદેશ આપવા જઈ રહી છે.

દીપોત્સવ દ્વારા યોગી સરકાર ખાસ કરીને બુંદેલખંડના લોક કલાકારોને વિશ્વસ્તરનું મંચ આપશે.

રાજ્ય સરકારના સંસ્કૃતિ વિભાગે બુંદેલખંડની દીવારી ટોળીને ખાસ કરીને આ દિપોત્સવમાં સામેલ કરી છે.

દોહા, છંદ, ચોપાઈની તાન, ઢોલની થાપ અને થાળીને છન-છનની ધૂન પર મસ્ત બુંદેલી જવાનોની નૃત્ય કરતી ટોળી દીપોત્સવને પોતાના અનોખા અંદાજથી ખાસ બનાવશે.

વિવિધ ઝાંખીઓમાં શ્રી રામે માસ્ક પહેરવાનો સંદેશ આપતી ઝાંખી પણ જોવા મળી. કોરોનાકાળમાં માસ્કનું ખુબ મહત્વ છે.

દીવારી ટોળીના 15 સભ્યો અયોધ્યા પહોંચીને તૈયારીઓમાં લાગ્યા છે. શુક્રવારે સરયૂના તટ પર રામકથા પાર્કમાં દેશભરના અન્ય કલાકારોની સાથે બુંદેલખંડના કલાકારોની ટોળી પણ પોતાની કળાનું પ્રદર્શન કરશે.

સાકેત કોલેજથી રામજન્મ ભૂમિ સુધી જનારી આ ઝાંખીઓમાં શ્રીરામના જીવન સંબંધિત ઘટનાઓને દર્શાવવામાં આવી રહી છે.

(4:50 pm IST)