Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ડુંગળી-બટાકા-ટામેટાએ બગાડયું બજેટ : છુટક મોંઘવારીમાં ૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

કોરોનાકાળમાં પણ ૭ મહિનાથી સતત છુટક મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંકના નક્કી કરાયેલ માપદંડથી ઉપર જોવા મળ્યો છે

નવી દિલ્હી, તા.૧૩: છૂટક મોંઘવારી દરમાં સતત વધારો થતા વ્યાજ દરમાં માફીની આશાને ઝટકો લાગ્યો છે.તહેવારોની સીઝનમાં ફળ અને શાકભાજી મોંદ્યા થતા દરેક ઘરના બજેટ બગડ્યા છે. પરંતુ બટાટા, ડુંગળી અને ટામેટાએ તો તમામ રેકોર્ડની સાથે મધ્યમવર્ગની કમર પણ તોડી નાખી છે. ઓકટોબરમાં બટાટા, ટામેટા અને ડુંગળી ૬ વર્ષનો રેકોર્ડ તોડી સૌથી ઉંચો છૂટક મોંદ્યવારી દર નોંધાયો છે. જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ, મે ૨૦૧૪ બાદ આ વર્ષે ઓકટોબરમાં લોકોએ સૌથી વધુ મોંદ્યવારીનો માર સહન કર્યો છે.

સરકારી આંકડાઓ મુજબ, ઓકટોબર ૨૦૨૦માં કન્ઝયૂમર પ્રાઈમ ઈન્ડેકસ પર આધારિત છુટક મોંઘવારી દર વધીને ૭.૬૧ ટકા થઈ ગયો છે. જે ગત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ૭.૨૭ ટકા હતો. ખાણીપીણીની ચીજવસ્તોઓ સસ્તી થતા ઓગસ્ટ ૨૦૨૦માં મોંઘવારી દર ૬.૬૯ ટકા પર આવી ગયો હતો. પરંતુ સપ્ટેમ્બર અને ઓકટોબરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભાવ વધતા મોંદ્યવારી દર પણ વધ્યો છે.

ઓકટોબરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનો છુટક મોંદ્યવારી દર ૧૧ ટકા પર પહોંચ્યો છે. શાકભાજી અને દાળની કિંમતોમાં ભારે વધારો થતા ચલણી સ્કીમોમાં તેજી જોવા મળી હતી. ખાદ્ય ચીજવસ્તુઓનો મોંદ્યવારી દર ઓગસ્ટમાં ૯.૦૫ ટકા હતો. જે વધીને સપ્ટેમ્બરમાં ૧૦.૬૮ ટકા થયો. જેમાં ભારે ઉછાળા સાથે ઓકટોબર સુધી છૂટક મોંઘવારી દર ૧૧ ટકાને પાર પહોંચ્યો હતો. જે હજુ સુધી તળિયે ના આવતા લોકોના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.

એક તરફ કોરોનાના કારણે દરેક ક્ષેત્રમાં મંદીના વાદળો છવાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે કોરોનાકાળમાં પણ ૭ મહિનાથી સતત છુટક મોંદ્યવારી દર ભારતીય રિઝર્વ બેંકના નક્કી કરાયેલ માપદંડથી ઉપર જોવા મળ્યો છે. સરકારે RBIના છુટક મોંદ્યવારી દરને ૨થી ૬ ટકાની અંદર રાખવાનું કહ્યું છે. જો છુટક મોંદ્યવારી દર ૬ ટકાથી વધી જાય તો સામાન્ય લોકો પર બોજો પડે છે.

છૂટક મોંદ્યવારી દરમાં સતત વધારો થતા વ્યાજ દરમાં માફીની આશાને ઝટકો લાગ્યો છે. છૂટક મોંદ્યવારી વધતા હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને વ્યાજ દર દ્યટાડવામાં સમસ્યા સર્જાશે. જેથી લોકોની વ્યાજ દર માફીની આશા પર બ્રેક લાગી ગઈ છે.

(3:26 pm IST)