Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બિહારઃ સુશીલ મોદીનું પત્તુ કપાયું?ચૌપાલ બિહારનાં ડેપ્યૂટી CM

ચૌપાલે કહ્યું કે તે પાર્ટીના સેવક છે અને પાર્ટી જે કામ આપશે તે કરશે : ચૌપાલને બિહારના ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે : સીએમ નીતિશ કુમાર જ બનશે

પટણા, તા.૧૩: બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે સરકાર ગઠનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આજે એનડીએના નેતાઓની બેઠક મળવાની છે. જેમાં મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારના નામની જાહેરાત થઈ શકે છે. સૂત્રો અને મીડિયાના જણાવ્યાનુંસાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પહેલી ઈંટ મુકનાર કામેશ્વર ચૌપાલને બિહારના ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. પોતાને લઈને ચાલી રહેલી અટકણો વિશે ચૌપાલે કહ્યું કે હું પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટી મને જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ.

કામેશ્વર ચૌપાલને નવી સરકારમાં સમાવિષ્ઠ કરવાની ચર્ચા ચાલી રહી છે . રામ મંદિર ટ્રસ્ટના દલિત સેવક અને ભાજપના વરિષ્ટ નેતા કામેશ્વર ચૌપાલ પટના પહોંચી ચૂકયા છે. બિહારમાં નવી સરકારમાં કોઈ પદ મળવાના સવાલ પર કામેશ્વર ચૌપાલે કહ્યું કે તે પાર્ટીના સેવક છે અને પાર્ટી જે કામ આપશે તે કરશે.

ભાજપની વધારે સીટો આવવાને કારણે મુખ્યમંત્રી ભાજપના જ હોવાની અટકણોને લઈને ચૌપાલે કહ્યું કે મંથન થઈ ચૂકયુ છે સીએમ નીતિશ કુમાર જ બનશે. તેણે કહ્યું કે એનડીએના નેતા હશે જે નિર્ણય હશે તે બધાએ માન્ય રહેશે.

આ દરમિયાન સમાચારા એ પણ આવ્યા છે તે સીએમ આવાસ પર થનારી એનડીએની બેઠકમાં ભાજપના સુશીલ મોદી, સંજય જયસવાલ , નંદકિશોર યાદવ અને મંગલ પાંડે સહિતના અન્ય નેતા બેઠકમાં ભાગ લેશે.  આ મીટિંગમાં આગળના કાર્યક્રમ મંત્રિમંડળની રુપ રેખા પર ચર્ચા કરવા માટે થશે.ત્યારે એક મોટા સમાચાર એ છે કે ભાજપના ધારાસભ્ય દળની બેઠક દિવાળી બાદ ૧૫ નવેમ્બરે થવાની છે. શુક્રવાર સુધી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક થવાની છે અને બેઠકમાં પર્યવેક્ષકની નિયુકિત થશે. આ બાદ ૧૫ નવેમ્બરે પટનામાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક થશે. તેની સાથે એનજીએના ધારાસભ્ય દળની બેઠક થશે.

(3:22 pm IST)