Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રાજકોટમાં કોરોનાની તડાફડીઃ ૨૨ કેસ

શહેર-જીલ્લામાં આજે ૧ મોતઃ શહેરમાં કુલ કેસનો આંક ૯૩૫૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૮૬૬૭ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૨.૮૫ ટકા થયો : તંત્રનાં ચોપડે ગઇકાલે ૪ પૈકી એક પણ મૃત્યુની નોંધ નહિઃ શહેર - જીલ્લાની કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૨૧૫૯ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૩:  વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં  છેલ્લા સપ્તાહથી મુત્યુની સંખ્યામા સતત વધ-ઘટ જોવા મળી રહી છે ત્યારે આજે  ૧ન મોત થયું છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૨૨ પોઝીટીવ કેસ આવ્યા છે.  જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ નવ ંહજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપટે ચડયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  એક  પણ મૃત્યુની નોંધ થઇ નથી .

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૩ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૧ નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૪ પૈકી એક  પણ મૃત્યુ જાહેર કરવામાં આવ્યા નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૫૯ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૨૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૯૩૫૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૮૬૬૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૨.૮૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૧૭૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૪૨ ટકા થયો  હતો. જયારે ૭૭ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૮૩,૬૧૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૩૫૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૩ ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે  પોલીસ હેડ કવાર્ટર-જામનગર રોડ, ગાયત્રીધામ સોસયટી-જામનગર રોડ, રણછોડ નગર-પેડક રોડ, ન્યુ કેદારનાથ સોસાયટી - કોઠારિયા રોડ, નવલનગર-મવડી પ્લોટ, માસ્ટર સોસાયટી-૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૭ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૨૬ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૯ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૬,૩૭૫ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૯ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા. જ્યારે વિવિધ વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૮૬૪ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ હતી.

(2:43 pm IST)