Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પીએમ મોદી જેસલમેરમાં જવાનો સાથે દિવાળી મનાવશે : CDS- સેના પ્રમુખ પણ સાથે રહેશે

જેસલમેર બોર્ડર પર ભારતીય સેનાઓના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરે તેવી શકયતા

કોરોના કાળ વચ્ચે દેશમાં દિવાળી મનાવવામાં આવશે. વડાપ્રધાન  મોદી આ વખતે પણ ખાસ રીતે દિવાળી મનાવવાની તૈયારીમાં છે. પીએમ આ વખતે જેસલમેર બોર્ડર પર ભારતીય સેનાઓના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી શકશે. પીએમ મોદી સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, સેના પ્રમુખ એમએમ નરવણે પણ સામેલ થઇ શકે છે. 

આ પહેલા પણ વડાપ્રધાન  મોદી દિવાળીનો તહેવાર જવાનો સાથે મનાવતા આવ્યા છે. વડાપ્રધાન મોદીએ આ પહેલા જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિત અન્ય જગ્યાઓ પર જવાનો વચ્ચે જઇને દિવાળી મનાવી છે. પીએમ મોદી આ દરમિયાન જવાનો સાથે મુલાકાત કરે છે, તેમની સાથે સમય વિતાવે છે અને મિઠાઇ ખવડાવે છે.

ગત કેટલાક દિવસથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવની સ્થિતિ છે. એવામાં જો પીએમ મોદી સેનાના જવાનો સાથે મુલાકાત કરે છે, તો તેમાં પણ જોશ આવશે. મહત્વપૂર્ણ છે કે લદ્દાખના ટકરાવ વચ્ચે આ પહેલા પીએમ મોદી અચાનક જ લેહ પહોચી ગયા હતા, ત્યારે પણ પીએમ મોદીએ અચાનક લેહ પહોચી દરેક કોઇને ચોકાવી દીધા હતા, સાથે જ જવાનો સાથે વાત કરી હતી. પીએમ મોદીએ ત્યા જવાનોએ સંબોધિત કર્યુ હતું અને ઉત્સાહ વધાર્યો હતો

(12:01 pm IST)