Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

અમેરિકામાં કેલિફોર્નિયાના સેનેટરની સીટ ખાલી થશે : વર્તમાન સેનેટર સુશ્રી કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવતા નવા સેનેટરની નિમણુંક થશે : ગવર્નર દ્વારા થનારી નિમણુંક માટેના લિસ્ટમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાનું નામ પણ શામેલ

કેલિફોર્નિયા : અમેરિકામાં કેલિફોર્નિયાના સેનેટર ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવતા તેઓ જાન્યુઆરી માસમાં નવા હોદા ઉપર આરૂઢ થશે.

આથી તેમની ખાલી પડનારી જગ્યા ઉપર કેલિફોર્નિયાના કાયદા મુજબ બાકી રહેલા બે વર્ષ માટે ગવર્નર દ્વારા યોગ્ય વ્યક્તિની નિમણુંક થશે.જે માટે ગવર્નર ગેવિન ન્યુસને  લિસ્ટ તૈયાર કર્યું છે.જેમાંથી કોઈ એકની પસંદગી કરશે.આ લિસ્ટમાં ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્નાનું નામ પણ શામેલ  છે.

ઉલ્લેખનીય છે કે શ્રી રો ખન્ના સિલિકોન વેલી સીટ ઉપરથી સતત ત્રીજી ટર્મમાં કોંગ્રેસમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેમણે લિસ્ટમાં પોતાનું નામ હોવા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરું છું. તેમ છતાં  મને જે કઈ જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવવા હું તૈયાર છું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:45 am IST)